ઘરમાં પડ્યું હોય જર તો લાગી શકે છે તમને ડર… મોદી સરકાર હવે સોના પર ત્રાટકશે

મુંબઇ : કાળાનાણાની વિરુદ્ધ વડાપ્રધાન મોદીની સર્જીકલ સ્ટ્રાઇક ચાલી રહી છે. કરન્સી પર લગામ લગાવ્યા બાદ સરકારનું હવે આગામી નિશાન સોના પર છે. સુત્રોનાં અનુસાર સરકાર ટુંકમાં જ સોનું રાખવાની લીમિટ પણ નક્કી કરે તેવી શક્યતાઓ છે. સુત્રોના અનુસાર નોટબંધી બાદ મોટા પ્રમાણમાં સોનાની ખરીદી વેચાણના પગલે સમગ્ર દેશમાં જ્વેલર્સને ત્યા દરોડા પડ્યા હતા.

કાળાનાણાથી ગોલ્ડ ખરીદવાનાં સમાચારો વચ્ચે હવે સરકાર ઘરોમાં સોનુ રાખવાની લીમિટ નક્કી કરી શકે છે. જેમાં લોકો કાળાનાણાનું રોકાણ સોનામાં ન કરી શકે છે. અત્રે નોંધનીય છે કે સોનો બીજો સૌથી મોટો ખરીદદાર દેશ ભારત છે. એવુ અનુમાન છે કે ગોલ્ટની વાર્ષિક માંગનો ત્રીજો ભાગ માત્ર કાળાનાણાને વટાવવા માટે ઉપયોગમાં લેવાય છે.

આ એવા પૈસા હોય છે કે જેના પર ટેક્સ ચુકવવામાં આવેલો નથી હોતો અને જેને લોકો છુપાવીને રાખે છે. ઉલ્લેખનીય છે કે, દેશમાં મોટા પ્રમાણમાં કાળાનાણા સ્વરૂપે સોનામાં રોકાણ થવાની આશંકા છે. તેની પહેલા 1000 અને 500ની નોટ બંધ થયા બાદ મોટા પ્રમાણમાં કાળાનાણા ઘરમાં રાખનારા લોકોમાં દોડાદોડ થઇ ગઇ છે.

સુત્ર અનુસાર સરકાર સતત કાળાનાણા વિરુદ્ધની કાર્યવાહી ચાલુ રાખશે. તે કાળાનાણા જ્યાં જ્યાં રોકી શકાય તેમ છે તેવા તમામ છીંડા બંધ કરીને કાળાનાણા ધારકોને મજબુર બનાવશે.

You might also like