કેન્દ્રીય કર્મચારીઓ માટે ગુડ ન્યૂઝઃ આજકાલમાં DAમાં વધારો જાહેર થશે

નવી દિલ્હી: કેન્દ્રીય સરકારી કર્મચારીઓ અને પેન્શનધારકોને મળતું મોંઘવારી ભથ્થું હવે ટૂંક સમયમાં વધી શકે છે. શ્રમ મંત્રાલય ઇન્ડ‌િસ્ટ્રયલ વર્કર્સ માટે કન્ઝયુમર પ્રાઇસ ઇન્ડેકસની નવી સિરીઝ પર કામ કરી રહ્યું છે. આ સિરીઝના આધારે મોંઘવારી ભથ્થું (ડીએ) નક્કી કરવામાં આવશે.

આ પગલાંના કારણે કેન્દ્ર સરકારના ૧.૧ કરોડ કર્મચારીઓ અને પેન્શનધારકોને લાભ મળશે. ડીએની ગણતરી મૂળ પગારની ટકાવારીના સ્વરૂપે કરવામાં આવે છે. મોંઘવારીની અસર ઓછી કરવા ડીએ આપવામાં આવે છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળ કામ કરતા લેબર બ્યૂરોએ ઇન્ડ‌િસ્ટ્રયલ વર્કર્સ માટે કન્ઝયુમર પ્રાઇસ ઇન્ડેકસની નવી સિરીઝ ર૦૧૬ને બેઝ યર ગણીને ફાઇનલ કરી લીધી છે.

વર્તમાન ઇન્ડેકસમાં બેઝ યર તરીકે ર૦૦૧ છે. બેઝ યરને દર છ વર્ષે બદલવામાં આવે છે કે જેથી જીવનધોરણના ખર્ચમાં બદલાવની અસરને વધુ સારી રીતે તેમાં સમાવી શકાય.

બેઝ યરમાં છેલ્લે ર૦૦૬માં છઠ્ઠા કેન્દ્રીય પગારપંચે ફેરફાર કર્યો હતો. પગાર પંચે બેઝ યર ૧૯૮રથી બદલે ર૦૦૧ કર્યું હતું. નવા ઇન્ડેકસમાં નવા ઇન્ડ‌િસ્ટ્રયલ કેન્દ્રને સામેલ કરાશે. આ રીતે તેમાં સામેલ આવાં કેન્દ્રોની સંખ્યા ૭૮ વધીને ૮૮ થઇ જશે. છેલ્લાં ૧પ વર્ષમાં ઇન્ડ‌િસ્ટ્રયલ વર્કર્સની જીવનશૈલીમાં આવેલા બદલાવની અસર સામેલ કરવા માટે આ લિસ્ટમાં કાર અને મોબાઇલ સહિતની આઇટમોનો સમાવેશ કરાયો છે.

અત્યાર સુધી ઇન્ડ‌િસ્ટ્રયલ વર્કર્સના માસિકખર્ચમાં નવી સિરીઝમાં ટ્રાન્સપોર્ટ, હેલ્થ કેર અને હાઉસિંગનું વેઇટેજ અનેકગણું વધી ગયું છે. મુખ્યત્વે પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ અને કારનો તેમાં સમાવેશ કરાયો છે, જ્યારે ઓવરઓલ ફૂડ બાસ્કેટમાં ઘટાડો છે, જેને ડાઇવર્સીફાય કરવામાં આવી રહ્યો છે.

divyesh

Recent Posts

કેસરી’ માટે ત્રણ મિનિટમાં જ કહી દીધી હતી હાં: પરિણી‌તિ

બોલિવૂડ અભિનેત્રી પરિણી‌તિ ચોપરાએ 'ઇશકજાદે'થી કરિયરની શરૂઆત કરી ત્યારે લોકોને હતું કે તે કાઠું કાઢશે, પરંતુ છ વર્ષમાં તેણે કરેલી…

1 month ago

રમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો

અમદાવાદઃ મુસ્લિમ બિરાદરોનાં પવિત્ર રમજાન માસનો પ્રારંભ થતાંની સાથે જ ફ્રૂટમાં ૨૫ ટકા અને ખજૂરના ભાવોમાં ૨૦ ટકાનો ભાવ વધારો…

1 month ago

મોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો? હું ગાડીમાં ખાઈ લઈશ’

ઈન્દોરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઈન્દોરમાં ચૂંટણી સભા કરી. આ દરમિયાન ઈન્દોર સીટના હાલનાં સાંસદ સુમિત્રા મહાજન (તાઈ) અને…

1 month ago

અમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં મમતા સરકારે ભાજપ અધ્યક્ષ અમિત શાહને રેલી કરવાની પરવાનગી ન આપી. ભાજપ સૂત્રોનાં જણાવ્યાં મુજબ શાહનું હેલિકોપ્ટર…

1 month ago

પાલનપુર-અંબાજી હાઇવે ઉપર ટ્રિપલ અકસ્માત: ત્રણનાં મોત

અમદાવાદઃ પાલનપુર-અંબાજી રોડ પર આજે રતનપુર ગામ પાસે મેઇન હાઇવે પર આજે એક બાઇક અને બે કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત…

1 month ago

અમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં

અમદાવાદઃ રાજકોટમાં પબજી ગેમ રમવા પર પ્રતિબંધ મુકાવાનો મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. જેમાં પબજી ગેમ પર પ્રતિબંધ લાદતું જાહેરનામું પોલીસે…

1 month ago