કેન્દ્ર સરકાર રાજીવ ગાંધીના નામની બે યાેજના બંધ કરશે

નવી દિલ્હી: મુખ્યપ્રધાનાેના ઉપ સમૂહે કેન્દ્ર સમર્થિત યાેજનાઆે(સીઅેસઅેસ)ને ઘટાડીને ૩૦ કરવા ભલામણ કરી છે. જેમાં સાત યાેજનાને તેમાંથી હટાવી દેવા જણાવ્યું છે. તેમાં પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીના નામથી ચાલતી બે યાેજનાનાે સમાવેશ થાય છે.

આ અગાઉ માેદી સરકારે ગત બજેટમાં જવાહરલાલ નહેરુ શહેરી નવીનીકરણ મિશન યાેજનાને નાબૂદ કરી નવી યાેજના અટલ બિહારી વાજપેયીના નામે શરૂ કરી હતી. ત્યારે મુખ્યપ્રધાનાેઅે પછાત વિસ્તાર રાહત ફંડ અને પાેલીસ આધુનિકીકરણ યાેજનાને હટાવવાના મુખ્યપ્રધાનાેના ઉપ સમૂહના નિર્ણયનાે વિરાેધ કર્યાે છે.

મુખ્યપ્રધાનાેનું કહેવું છે કે આ યાેજનાઆે હટાવવાથી નકસલવાદ વધુ ફેલાશે. ડાે. મનમાેહનસિંહની સરકારે સીઅેસઅેસ યાેજનાઆેની સંખ્યા ૨૨૫થી ઘટાડીને ૬૬ કરી નાખી હતી. તેની સંખ્યામાં વધુ ઘટાડાે કરવા માેદી સરકારે મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચાૈહાણની અધ્યક્ષતામાં અેક ઉપસમૂહની રચના કરવામાં આવી હતી.

You might also like