સુકન્યા સમૃદ્ધિ યોજનાનો હવેથી માત્ર 250 રૂપિયામાં લઇ શકશો લાભ

કેન્દ્ર સરકારે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં વાર્ષિક ઓછામાં ઓછી જમા રકમ 1,000 રૂપિયાથી ઘટાડીને 250 રૂપિયા કરી દીધી છે. સરકારનાં આ નિર્ણયથી યોજનાનાં ઉપભોક્તાઓની સંખ્યા વધી શકે છે. મોદી સરકારે જાન્યુઆરી, 2015માં દીકરીઓનાં નામ પર આ બચત યોજના શરૂ કરી હતી.

સરકારે સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ રૂલ્સ. 2016માં સંશોધન કરી દીધાં છે. આનાં અનુસાર હવે 250 રૂપિયા વાર્ષિક જમા કરીને યોજનામાં રોકાણ કરી શકાશે. વર્ષ 2018-19નું બજેટ પેશ કરતા તત્કાલીન નાણાંકીય મંત્રી અરૂણ જેટલીએ કહ્યું હતું કે આ યોજના મોદી સરકારની મોટી સફળતાઓમાંની એક યોજના છે.

કેન્દ્ર સરકારે બજેટમાં કહ્યું હતું કે, નવેમ્બર 2017 સુધી આ યોજના અંતર્ગત 1.26 કરોડ ખાતાઓ ખોલાવવામાં આવ્યાં છે. આમાં 19,183 કરોડ રૂપિયા જમા થયાં છે. પીપીએફ અને અન્ય નાની બચત યોજનાઓની જેમ આ યોજનાનો વ્યાજ દર પણ ત્રિમાસિકને આધારે નક્કી કરાય છે.

જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસીક માટે આ સ્કીમનાં વ્યાજ દર 8.1 ટકા નક્કી કરવામાં આવેલ છે. સ્કીમ પ્રમાણે ગર્લ ચાઇલ્ડની ઉંમર 10 વર્ષ સુધી માતા-પિતા તેનાં નામ પર એકાઉન્ટ ખોલાવી શકે છે. સરકારનાં નોટિફિકેશન મુજબ સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત કોઇ પણ પોસ્ટ ઓફિસની બ્રાન્ચ અને સરકારી બેંકમાં એકાઉન્ટ ખોલાવી શકાય છે.

Dhruv Brahmbhatt

Recent Posts

Hyundaiની નવી કોમ્પેક્ટ SUV મે મહિનામાં થઇ શકે છે લોન્ચ

હુંડાઇ મોટર ઇન્ડિયાએ પોતાની અપકમિંગ કોમ્પેક્ટ SUV Styxનો નવું ટીઝર રજૂ કર્યું હતું. હુંડાઇ સ્ટાઇક્સ ગત વર્ષે શોકેસ કરેલ કારલિનો…

34 mins ago

ડાયા‌િબટિક રેટિનોપથીની તપાસમાં પણ હવે ‘એઆઈ’નો ઉપયોગ

વોશિંગ્ટન: સ્વાસ્થ્યના ક્ષેત્રમાં નવી નવી ટેકનિક આવવાથી ઘણી ગંભીર બીમારીઓની ઓળખ કરવાનું અને તેનો ઉપચાર સરળ બની ગયો છે. કેન્સર…

1 hour ago

100 પશુઓ માટે ફોટોગ્રાફરે આરામદાયક જિંદગી અને સફળ કારકિર્દીને છોડી દીધી

(એજન્સી)મોસ્કોઃ દરિયા પુસ્કરેવા રશિયાની રાજધાની મોસ્કોની એક સફળ ફોટોગ્રાફર હતી, પરંતુ એક દિવસ તેણે આરામદાયક જિંદગીને છોડીને જંગલમાં રહેવાનું નક્કી…

1 hour ago

ઈલેક્ટ્રિક કારથી ત્રણ વર્ષમાં 90,000 કિ.મી.ની કરી યાત્રા

(એજન્સી)હોલેન્ડ: એક ઈલેક્ટ્રિક કાર ડ્રાઈવરે લોકોના સહયોગથી ત્રણ વર્ષમાં ૯૦,૦૦૦ કિ.મી.ની યાત્રા કરી. ઝીરો કાર્બન ઉત્સર્જનનો સંદેશ લઈને વિબ વેકર…

2 hours ago

સાપ્તાહિક રાશિ ભવિષ્ય: જાણો કઇ રાશિને થશે ધનનો લાભ, કોને થશે કારકિર્દીક્ષેત્રે પ્રગતિ

મેષઃ આ અઠવાડિયે આપને પુષ્કળ પ્રમાણમાં મહત્‍વના લાભો મળવાના છે એમ ગણેશજીનું માનવું છે. આપનો કરિશ્‍મા, આત્મવિશ્વાસ અને અંત:સ્‍ફુરણા એટલા સક્રિય…

2 hours ago

મિત્રએ ઉધાર લીધેલા 25 હજાર આપવાના બદલે મોત આપ્યું

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારમાં ગુનાખોરીની ગ્રાફ દિવસે ને દિવસે વધી રહ્યો છે. સામાન્ય બાબતોમાં તેમજ રૂપિયાની લેતીદેતી જેવી…

3 hours ago