કેન્દ્રીય કર્મીઓને માર્ચના અંત સુધીમાં ૩૦ ટકા HRA મળશે

નવી દિલ્હી: મેટ્રો શહેરોમાં કેેન્દ્રીય કર્મચારીઓનું ઘર ભાડાભથ્થું (એચઆરએ) મૂળ પગાર (બેઝિક પે)ના ૩૦ ટકા થઇ શકે છે. નાણાં વિભાગના સચિવના વડપણ હેઠળ રચાયેલી સચિવોની સમિતિએ આ ભલામણ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ ભલામણ અંગે હવે સંમતિ સધાઇ ગઇ છે. માર્ચના અંત સુધીમાં તેના પર કેબિનેટ નોંધ જારી કરીને તેનો અમલ કરી દેવામાં આવશે. સાતમા પગાર પંચે કેન્દ્રીય કર્મચારીઓ માટે બેઝિક પેના ર૪ ટકા એચઆએની ભલામણ કરી હતી, જેનો કર્મચારીઓ અને યુનિયનોએ જોરદાર વિરોધ કર્યો હતો. ત્યાર બાદ સરકારે નાણાં સચિવના વડપણ હેઠળ સચિવોની એક સમિતિની રચના કરી હતી.

આ સમિતિનો રિપોર્ટ તૈયાર છે, પરંતુ પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીઓને કારણે તેના પર નિર્ણય લઇ શકાયો નથી. આશા છે કે ૧પ માર્ચ બાદ સરકાર આ રિપોર્ટ પર નિર્ણય કરશે. જો એચઆરએ બેઝિક પેના ૩૦ ટકા કરવામાં આવશે તો સરકાર પર પ્રથમ વર્ષે રૂ.ર૯,૩૦૦ કરોડનો બોજ પડશે.
http://sambhaavnews.com/

You might also like