10 પાસ માટે કેન્દ્રીય લશ્કરી દળમાં 54 હજારથી વધારે પડી છે ભરતી

કેન્દ્રીય લશ્કરી દળમાં ભરતી માટે એક મોટુ અભિયાન શરૂ કરવામાં આવશે. કેન્દ્ર સરકારે સીઆરપીએફ, બીએસએફ અને આઇટીબીપી તેમજ અન્ય દળમાં આ વર્ષે 54 હજારથી વધારે જવાનોની ભરતી કરવાનો નિર્ણય લીધો છે.

કુલ 54,953 ભરતી માટે કર્મચારી પસંદગી આયોગ (એસએસસી) જાહેરાત બહાર પાડશે. જેમાં સૌથી વધારે 21,566 દેશની સૌથી મોટી અર્ધસૈનિક દળ સીઆરપીએફમાં કોન્સ્ટેબલ (જનરલ ડયૂટી) માટે હશે.

જેમાં 47,307 પુરૂષ અને 7646 મહિલા માટે હશે. કેન્દ્રીય લશ્કરી દળ અને કેન્દ્રીય પોલીસ સંગઠન પોતાનો વિસ્તાર કરી રહ્યું છે. જેને લઇને નવી બટાલિયન તૈયાર કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયની મંજૂરી બાદ સરકારે આ ભરતી માટે જાહેરાત બહાર પાડી છે.

આ પદ માટે અરજી કરવાની અંતિમ તારીખ 20 ઓગસ્ટ છે. અરજી માટે 18-23 ઉમર હોવી જોઇએ. ઉમેદવાર ધોરણ 10 પાસ કરેલ હોવો જરૂરી છે. એસએસસીની જાહેરાત અનુસાર આ પદ માટે પગાર 21,700-69,100 મળશે. આ જગ્યા માટે કમ્પ્યૂટર આધારિત પરીક્ષા, શારીરિક યોગ્યતા પરીક્ષા અને મેડિકલ તપાસ કરવામાં આવશે.

અરજી માટે 120 રૂપિયા / 360 રૂપિયા / નિઃશુલ્ક (વર્ગ અનુસાર ફી ચૂકવણી કરવાની રહેશે. ઇચ્છુક ઉમેદવારે આધિકારીક વેબસાઇટ www.ssconline.nic.in પર જઇ લોગ ઇન કરવું. ત્યાર બાદ ‘એસએસસી ભરતી 2018’ લિંક પર ક્લિક કરવું. આ પોસ્ટપર ક્લિક કરીને જે પોસ્ટ માટે અરજી કરવી હોય તે ક્લિક કરવું.

You might also like