સાતમું પગાર પંચ ઓગસ્ટ મહિનાથી લાગુ, મળશે વધારે પગાર

સરકારી કર્મચારીઓ માટે છેવટે સમાચારની જાહેરાત થઇ ગઇ છે. 25 જુલાઇએ પ્રકાશિત થયેલી આ નોટીસ પછી ઓગસ્ટમાં દરેક કર્મચારીઓને વધારેલો પગાર આપવામાં આવશે. કેન્દ્રીય મંત્રીમંડળે સાતમાં પગારપંચની 29 જૂને મંજૂરી આપી દીધી હતી. ત્યારબાદ તે અમલમાં ક્યારે આવશે તેની રાહ જોવાતી હતી. મોદી સરકારે સાતમાં વેતન આયોગમાં સરકારી કર્મચારીઓના પગારમાં 23.5 ટકા વધારો કરી દીધો હતો.

અરુણ જેટલીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે તેનાથી કર્મચારીઓનો લઘુત્તમ પગાર 7 હજારથી વધીને 18000 રૂપિયા સુધી થઈ જશે. તેમણે એમ પણ કહ્યું હતું કે તમામ ક્લાસના કર્મચારીઓનો બેઝિક પગાર 2.57 ટકા વધશે. સરકારે એમ પણ કહ્યું હતું કે સીબીએસઈ ચીફ રાજેશકુમાર ચતુર્વેદીને 7માં પગાર પંચના ઈમ્પ્લીમેન્ટેશન સેલના ઈન્ચાર્જ બનાવાયા છે. સીબીએસસી ચીફ બનતા પહેલા તેઓ સેલમાં જોઈન્ટ સેક્રેટરી પણ હતાં.

સૂત્રોના જણાવ્યાં મુજબ સરકાર એરિયર્સને એક સાથે 30:30:40ના રેશિયોમાં આપવાની તૈયારી કરી રહી છે.આ હેઠળ એરિયર્સની ટોટલ અમાઉન્ટના 30 ટકા રોકડ રકમ અપાશે. 30 ટકા પીએફમાં જમા કરાશે અને વધેલા 40 ટકા માટે 10 વર્ષના બોન્ડ આપશે.

જો કે પહેલી જાન્યુઆરી 2016થી તે અમલમાં આવશે.
1. આ વધારો માર્ચ 2017 પહેલા આપી દેવાશે. એક વારમાં જ સંપૂર્ણ એરિયર્સ મળશે કે ભાગમાં તે હજુ નક્કી કરવાનું બાકી છે.
2. તમામ કેટેગરીમાં બેઝિક પગારમાં અઢી ગણો વધારો થશે. બ્રિગેડિયર પદમાં આ વધારો 2.67 ટકા હશે.
3. 7 હજાર રૂપિયાનું લઘુત્તમ વેતન હવે વધીને 18000 થશે.
4. વધુમાં ધુ વેતન 90,000 હતું તે વધીને 2.5 લાખ થશે. આ રકમ હાલ એક સાંસદના વેતન કરતા પણ વધારે છે.
5. અત્રે જણાવવાનું કે સાંસદને હાલ બધા ભથ્થા મળીને 1.40 લાખ રૂપિયા માસિક મળે છે.
6. પેન્શનર્સ માટે લઘુત્તમ પેન્શન 3500 રૂપિયાથી વધીની 9 હજાર થશે.
7. ક્લાસ વન ઓફિસરનું વેતન લઘુત્તમ 56,100 રૂપિયા રહેશે.
8. હાલ જો કે ભથ્થામાં કોઈ વધારો નહીં થાય
9. સરકારે 7માં પગારપંચના ભથ્થા સાથે સંલગ્ન ભલામણોના રિવ્યું માટે સરકારે એક કમિટી બનાવી છે. એક્સપર્ટ 10. ગ્રુપ્સના સૂચનો પર કમિટી 4 મહિનામાં રિપોર્ટ આપશે.
11. સૂચનોના આધારે જ ભથ્થા પર નિર્ણય લેવાશે. ત્યારબાદ ભથ્થામાં વધારો થશે.
12. ત્યાં સુધી અત્યારે જે પ્રકારે ભથ્થા અપાય છે તેમ જ અપાશે.
13. અત્યાર સુધી 196 પ્રકારે ભથ્થા મળતા આવ્યાં છે. વેતન આયોગે 53ને ખતમ કરવા માટે અને 37 નવા ભથ્થાને અપનાવવા માટેની ભલામણ કરી હતી.
14.જુલાઈનો પગાર જે ઓગસ્ટમાં આવશે તેમાં વધેલો પગાર એડ થઈને આવશે.
15. એક વર્ષની જગ્યાએ વર્ષમાં બે અલગ અલગ તારીખે એટલે કે પહેલી જાન્યુઆરી અને પહેલી જુલાઈના રોજ ઈન્ક્રિમેન્ટ થશે. જો કે કર્મચારીને બેવાર ઈન્ક્રિમેન્ટ નહીં મળે.
16. 7.5ની જગ્યાએ હવે ઘર બનાવવા માટે એડવાન્સ (HBA) 25 લાખ રૂપિયા લઈ શકાશે.
17. ગ્રેજ્યુઈટી 10થી વધારીને 20 લાખ કરી દેવાઈ છે. ડીએ સાથે તેની પણ સીમા વધશે.
18. એક્સ ગ્રેશિયા 10થી 20 લાખની જગ્યાએ 25થી 45 લાખ રૂપિયા મળશે.

You might also like