11 જૂલાઇએ કેન્દ્રીય કર્મચારીઓ નહી કરે હડતાળ

નવી દિલ્હી: 7મા પગાર પંચની ભલામણોથી નારાજ દેશના લગભગ 33 લાખ કેન્દ્રીય કર્મચારીઓ 11 જૂલાઇના રોજ હડતાળ નહી કરે. કેન્દ્રીય કર્મચારીઓએ 4 મહિના માટે પોતાના નિર્ણયને ટાળી દીધો છે. હવે 11 જૂલાઇના રોજ રેલવેની અવરજવર ઠપ્પ નહી થાય.

તમને જણાવી દઇએ કે પગાર પંચની ભલામણોમાં ફેરફાર કરવાને લઇને સરકારી કર્મચારીઓની માંગણી પર સરકારની એક ઉચ્ચસ્તરીય કમિટી વિચાર કરશે. નાણા મંત્રાલયના આશ્વાસન બાદ કર્મચારી સંગઠનોએ હડતાળને ટાળવાનો નિર્ણય લીધો છે. સરકારના આશ્વાસન પર કેન્દ્રીય કર્મચારીઓની યૂનિયનોની રાષ્ટ્રીય સંયુક્ત કાર્ય પરિષદના સંયોજક શિવ ગોપાલ મિશ્રાએ કહ્યું કે અમે અમારી હડતાળ ચાર મહિના માટે ટાળી દીધી છે કારણ કે સરકારે અમને આશ્વાસન આપ્યું છે કે તે અમારા દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ પર વિચાર કરશે.

સરકારે કેન્દ્રીય કર્મચારી યૂનિયનને વિશ્વાસ અપાવ્યો છે કે આ કમિટી કેન્દ્ર સરકારના કર્મચારીઓની બધી માંગો પર વિચાર કરશે. તો બીજી તરફ સંગઠનોએ સરકારની સમક્ષ પોતાની બે માંગણી રાખી. પહેલી એ કે ન્યૂનતમ બેસિક સેલરીને 18000 રૂપિયા પ્રતિ મહિને વધારવામાં આવે અને બીજી માંગ એ હતી કે પેંશન વ્યવસ્થાની ખામીઓને દૂર કરવામાં આવે.

You might also like