11 રાજ્યમાં 13 સેન્ટ્રલ યુનિવર્સિટીના નિર્માણ માટે કેન્દ્રીય કેબિનેટની મંજૂરી

728_90

નવી દિલ્હી: કેન્દ્રીય કેબિનેટે આગામી ત્રણ વર્ષમાં દેશમાં ૧૩ નવી સેન્ટ્રલ યુનિવર્સિટીના નિર્માણને મંજૂરી આપી દીધી છે. આ માટે પ્રધાનમંડળે ૩૬૦૦ કરોડ રૂપિયા પણ મંજૂર કર્યા છે. નવી સેન્ટ્રલ યુનિવર્સિટીની સ્થાપના સેન્ટ્રલ યુનિવર્સિટી એક્ટ-૨૦૦૯ હેઠળ થશે. બિહાર, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, કર્ણાટક, કેરળ, ઓડિશા, પંજાબ, રાજસ્થાન અને તામિલનાડુમાં એક-એક તેમજ જમ્મુ-કાશ્મીરમાં બે સેન્ટ્રલ યુનિવર્સિટીની સ્થાપના થશે.

કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે ૧૩ સેન્ટ્રલ યુનિવર્સિટીના કેમ્પસ અને પાયાકીય માળખાના નિર્માણ માટે કેબિનેટે ૩૬૩૯.૩૨ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. આ કાર્ય ૩૬ મહિનામાં પૂરું થશે.

તેમણે જણાવ્યું કે કેબિનેટે આ સેન્ટ્રલ યુનિવર્સિટી માટે પહેલાંથી જ ૩,૦૦૦ કરોડ રૂપિયા કરતાં વધુ ૧૪૭૪.૬૫ કરોડ રૂપિયાને મંજૂરી આપી છે, તેનાથી વધુ સંખ્યામાં લોકો ઉચ્ચ શિક્ષણ મેળવી શકશે અને શૈક્ષણિક સુવિધાઓમાં ક્ષે‌િત્રય અસંતુલન પણ ઘટશે.

You might also like
728_90