કેન્દ્રની કામયાબી જણાવવા માટે ભાજપ ૨૦૦ કાર્યક્રમો યોજશે

નવી દિલ્હી: ૨૦૧૪નું વર્ષ અનેક રીતે મહત્ત્વનું હતું. ભારતની પ્રજાએ યુપીએ સરકારને ખરાબ રીતે જાકારો આપીને નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની એનડીએ સરકારને સંપૂર્ણ બહુમતી સાથે દિલ્હીમાં સત્તારૂઢ થવાની તક આપી હતી. ભારતના સંસદીય ઈતિહાસમાં ૧૯૮૪ બાદ પ્રથમ આવી ચૂંટણી હતી કે જેમાં ભારતીય જનતાએ કોઈ એક પક્ષ પર સંપૂર્ણ ભરોસો મૂક્યો હોય.

આ ચૂંટણી એટલા માટે મહત્ત્વની હતી કે જ્યારે કોઈ એક વ્યક્તિની વિરુદ્ધ બરાબર ઝેર ઓકવામાં આવ્યું હતું, પરંતુ દેશની પ્રજાએ તેમના સંપૂર્ણ ભરોસો મૂક્યો હતો અને ૨૬ મે, ૨૦૧૪ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શાસનધુરા સંભાળી હતી. કેન્દ્ર સરકારની બે વર્ષની સિદ્ધિઓ અને કામયાબીઓ જનતા સુધી પહોંચાડવા માટે પક્ષ મોટા પાયે કાર્યક્રમોનું આયોજન કરવા જઈ રહ્યો છે. ભાજપ દેશના અલગ અલગ ભાગોમાં ૨૦૦ કાર્યક્રમો યોજીને મોદી સરકારની સિદ્ધિઓ જનતા સમક્ષ રજૂ કરશે.

પક્ષના સાંસદો અને વિધાનસભ્યોને ૨૬ મેથી એક પખવાડિયા સુધી આમ જનતા વચ્ચે રહેવાની સૂચના આપવામાં આવી છે. સાંસદોને તેમના સંસદીય ક્ષેત્રના પ્રત્યેક વિધાનસભા ક્ષેત્રમાં એક રાત અને એક િદવસ વિતાવવા જણાવાયું છે. જ્યારે વિધાનસભ્યોને પોતાના ક્ષેત્રમાં સાત રાત વિતાવવા સૂચના આપવામાં આવી છે.  પક્ષના પ્રવકતા શ્રીકાંત શર્માએ જણાવ્યું છે કે રેલીઓ, પ્રેસ કોન્ફરન્સ અને બુદ્ધિજીવીઓ સાથે ચર્ચામાં કેન્દ્ર સરકારના કલ્યાણકારી કાર્યક્રમોની પણ ચર્ચા કરવામાં આવશે.

You might also like