સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયામાં ભરતી, 45 હજાર છે SALARY

સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા બેન્કમાં ભરતી નિકળી છે. આ ભરતીમાં સિક્યોરિટી ઓફિસર્સની જગ્યા માટે ઉમેદવારની પસંદગી કરવામાં આવશે. સિક્યોરિટી ઓફિસર્સની નિમણૂંક મેનેજમેન્ટ ગ્રુપ (MMG), સ્કેલ-2 (સ્પેશલિસ્ટ કેટેગરી) ના આધાર પર પસંદગી કરવામાં આવશે. જો તમે પણ અરજી કરવા ઇચ્છતા હો તો આધિકારીક વેબસાઇઠ પર જઇ અરજી કરી શકો છો.

જગ્યાની વિગત : 17 જગ્યાઓ માટે પસંદગી કરવામાં આવશે.

પગાર : પસંદગી પામનાર ઉમેદવારને 31,705 થી 45,950 રૂપિયા

યોગ્યતા : ભરતી માટે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ડીગ્રી પ્રાપ્ત કરેલ હોવો જોઇએ.

ઉંમર : 45 વર્ષ

જોબ લોકેશન : ઓલ ઇન્ડિયા

પસંદગી પ્રક્રિયા : ઉમેદવારની પસંદગી ઓનલાઇન ટેસ્ટ અને ઇન્ટરવ્યું આધારે કરાશે.

અરજી અંગેની ફી : સિક્યોરિટી ઓફિસર પદ પર અરજી કરવા એસસી-એસટી વર્ગના ઉમેદવારે 50 રૂપિયા અને અન્ય ઉમેદવારે 550 રૂપિયા ફી ચુકવણી કરવી પડશે.

કેવી રીતે કરશો અરજી : ઇચ્છુક અને યોગ્ય ઉમેદવાર આધિકારીક વેબસાઇટ www.centralbankofindia.co.in પર જઇ અરજી કરો.

અરજી કરવાની અંતિમ તારીખ : 1 જાન્યુઆરી 2018

You might also like