PMOનો રેઢિયાળ અધિકારીઓની હકાલપટ્ટીનો આદેશ : 2 IPSને પાણીચું

નવી દિલ્હી : મોદી સરકારે એક મહત્વનો નિર્ણય લેતા ભારતીય પોલીસ સેવાનાં બે અધિકારીઓને ખરાબ પ્રદર્શન અને અનુશાસનહિનતાનાં આરોપમાં બર્ખાસ્ત કરી દીધા હતા. મળતી માહિતી અનુસાર 10-15 વર્ષ બાદ કેન્દ્રની સરકારે આવી કાર્યવાહી કરી છે. અગાઉ જ્યારે કેન્દ્ર સરકારે આવી કાર્યવાહી કરી હતી જ્યારે મહારાષ્ટ્ર કેડરનાં અધિકારીઓ પર કાર્યવાહી થઇ હતી.

કેન્દ્ર સરકાર દ્વારા બર્ખાસ્ત અધિકારીઓનાં નામ રાજકુમાર દેવાંગન અને મયંક શીલ ચૌહાણ છે. રાજકુમાર 1992 બેચનાં છત્તીસગઢ કેડરનાં આઇપીએસ અધિકારી છે. મયંક 1998નાં યૂનિયન ટેરિટોરિઝ કેડરનાં અધિકારી છે. બંન્ને અધિકારીઓને ત્રણ મહિનાનો પગાર આપીને છુટા કરી દેવાયા છે.

મયંક ત્યારે ચર્ચામાં આવ્યા હતા જ્યારે અસમમાં પોસ્ટિંગ દરમિયાન તે અચાનક ગાયબ થઇ ગયા હતા. આ મુદ્દે ઘણો વિવાદ થયો હતો. પહેલા તેમના અપહરણના સમાચાર આવ્યા હતા જો કે બાદમાં માહિતી મળી હતી કે પોતે જાણ કર્યા વગર દિલ્હી જતા રહ્યા હતા. તે ઉપરાંત ઘણા વિવાદમાં તેમનું નામ આવ્યું હતું. તેમની પત્ની પણ ખોટા પ્રમાણપત્ર સાથે એક એરલાઇનમાં નોકરી કરવાના આરોપમાં ફસાઇ હતી.

સુત્રો અનુસાર અન્ય બે અધિકારીઓને પણ હાંકી કાઢવાનાં આદેશો છે. જો કેઆ અધિકારીઓને હાંકી કાઢવા અંગે કોઇ માહિતી અપાઇ નથી. સુત્રોએ જણાવ્યું કે વડાપ્રધાન કાર્યાલય દ્વારા સ્પષ્ટ આદેશ અપાયા છે કે કામ નહી કરનારા કોઇ પણ સરકારી કર્મચારીને હાંકી કાઢવા. જે અધિકારીઓ સિસ્ટમ પર બોઝ છે તેમને તત્કાલ હાંકી કાઢવા. આગામી દિવસોમાં આ પ્રકારની મોટી કાર્યવાહીની શક્યતાઓ છે.

You might also like