50 લાખ કર્મચારીઓને ભેટ, 2 ટકા મોંઘવારી ભથ્થું વધારશે કેન્દ્ર

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર પોતાના 50 લાખ કર્મચારીઓ અને 58 લાખ પેન્શનધારીઓને આ મહીનાના અંતમાં ખુશીના સમાચાર આપાવાની છે. સરકાર મોંઘવારી ભથ્થામાં 2 થી 4 ટકા સુધીની વૃદ્ધિની જાહેરાત કરનાર છે. કર્મચારીઓને તેમના પગાર પર મોંઘવારીને બેઅસર કરવા માટે મોંઘવારી ભથ્થુ અને મોંઘવારી રાહત આપવામાં આવે છે. જો કે શ્રમિક સંગઠન આ પ્રસ્તાવિત વધારાથી ખુશ નથી. એમનું કહેવું છે કે એનાથી એમને મોંઘવારી સામે લડવા મદદ મળશે નહીં.

કેન્દ્રીય કર્મચારી સંઘના અધ્યક્ષ કેકેએન કુટ્ટીએ કહ્યું, ‘કેન્દ્ક સરકારે 2 ટકા મોંઘવારી ભથ્થાના ફોર્મ્યુલા પર સહમતિ વ્યકિત કરી છે, જેને 1 જાન્યુઆરી 2017 લાગૂ કરવું છે. જો કે એમણે આટલી ઓછી વૃદ્ધિ પર એવું કહેતા અસંતોષ વ્યક્ત કર્યો કે ઔધોગિક મજૂરો માટે ગ્રાહકો મૂલ્ય ઇન્ડેક્સ હકીકતથી ખૂબ દૂર છે.’

તેમણે કહ્યું કે શ્રમ બ્યુરો અને કૃષિ મંત્રાલય તરફથી આંકવામાં આવેલી વસ્તુઓની કિંમતમાં વૃદ્ધિના પ્રમાણમાં અંતર છે. એમનો દાવો છે કે શ્રમ બ્યૂરો તરફથી ઓછી ગુણવત્તાના એકત્રિત આંકડાના કારણે CPI IW એક કાલ્પનિક સંખ્યા માત્ર છે, જે સત્યથી ખૂબ દૂર છે. ડીએ વધારવા માટે 1 જાન્યુઆરીથી 31 ડિસેમ્બર 2017ની વચ્ચે સરેરાશ 4.95 ટકા CPI IW હોવું જોઇએ. કારણ કે સરકાર ગત વર્ષે જ 1 જુલા, 2016 થી 2 ટકા મોંઘવારી ભથ્થુ વદારી ચુકી છે, એનાથી ડીએમાં 2 ટકાની વદારે વૃદ્ધિ થઇ જશે.

http://sambhaavnews.com/

You might also like