ફરી જોડિયા બાળકોને જન્મ આપવા જઇ રહી છે સેલિના

મુંબઇઃ બોલિવુડ ઇન્ડસ્ટ્રીની હોટ એક્ટ્રેસ સેલિના જેટલી અને તેના પતિ પીટર હોગ એક વખત ફરી જોડીયા બાળકોના માતા-પિતા બનવા જઇ રહ્યાં છે. સેલિનાની પ્રેગ્નેન્સીને ત્રણ મહિના થઇ ચૂક્યા છે. નો એન્ટ્રીમાં શાનદાર અભિનય દ્વારા  લોકોના દિલોને જીતી ચૂકેલ સેલિના પહેલાથી જ ટવિન્સને જન્મ આપી ચૂકી છે. જેમના નામ વિસ્ટન અને વિરાજ છે. દુબઇમાં ફોન પર એક ઇન્ટરવ્યુ દરમ્યાન સેલિનાએ જણાવ્યું કે જ્યારે ડોક્ટર અલ્ટ્રાસાઉન્ડ કરી રહ્યાં હતા ત્યારે મારા પતિએ પૂછ્યુ કે શું હું ટવિન્સને જન્મ આપવા જઇ રહી છું. તેમના હા કહેવા પર અમે ચોકી ગયા હતા. જોકે અમે નસિબદાર છીએ કે ભગવાને અમને એક સાથે બે બાળકોને જન્મ આપવા માટે પસંદ કર્યા છે.

સેલિના એક એડ કેમ્પેઇન માટે જલ્દી ભારત આવવાની છે. સાથે જ હાલ તે એક પુસ્તક પર પણ કામ કરી રહી છે. જે આગામી વર્ષે પબ્લિશ થશે. જોકે ત્યાં સુધી તે પોતાની તબિયતનું ધ્યાન રાખે અને સ્વસ્થ બાળકોને જન્મ આપે તેવી શુભેચ્છા.

http://sambhaavnews.com/

You might also like