રાજ્યભરમાં દિવાળી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરાઇ

અમદાવાદ: વિક્રમ સંવત ૨૦૭૨નો અારંભ થઈ રહ્યો છે. ત્યારે અાજે નૂતન ર્વષ નિમીત્તે લોકો અેકબીજાને નવા ર્વષની શુભેચ્છા પાઠવશે. દરમિયાન રાજયભરમાં દિવાળીના પર્વની ભારે ઉત્સાહભેર ઉજવણી થઈ હતી.સવારે તેમજ મોડીરાત સુધી લોકોઅે ફટાકડા ફોડી દિવાળીનો અાનંદ માણ્યો હતો.

દર વર્ષે દિવાળી તેમજ નૂતનર્વષની લોકો ધામધૂમથી ઉજવણી કરે છે. જાેકે અા વખતે મોંઘવારીના કારણે દિવાળી પહેલાની ખરીદીમાં ઘટાડોે થયો હતો. જેના કારણે વિવિધ પ્રકારની મીઠાઈઅો તેમજ કપડા અને અન્ય ચીજાેની ખરીદીમાં ઘટાડો જાેવા મળ્યો હતો. તેમ છતાં લોકોઅે યથાશકિત મુજબ પોતાના પરિવારજનો સાથે દિવાળીના તહેવારની ઉજવણી કરી હતી. દિવાળી અેટલે પ્રકાશનું પર્વ. અા પર્વ નિમીતે વિવિધ લોકો અેકબીજા વચ્ચે થયેલા મનદુ:ખ ભુલી જઈને સાથે મળીને ઉજવણી કરતા હોય છે. દિવાળીના દિવસે વિવિધ મંદિરોમાં પણ વિશેષ પૂજા અને દર્શનનું અાયોજન કરવામાં અાવે છે. રાજયના વિવિધ મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત,રાજકોટ અને ભાવનગર તેમજ ગાંધીનગર સહિતના અન્ય શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં લોકોઅે દિવાળીના તહેવારની શાનદાર ઉજવણી કરી હતી.

ખાસ કરીને નાના બાળકોઅે ફટાકડા ફોડવાનો અાનંદ માણ્યો હતો. તેમજ સોસાયટીઅો, ફલેટ કે બંગલામાં રહેતા પડોશીઅોઅે અેકબીજાને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી. રાત્રે પોતાના ઘરમાં દિવા પ્રગટાવીને તેમજ ઘરો પર રોશની કરી નવા ર્વષના અાગમનને વધાવ્યું હતુ. દિવાળી નિમીત્તે લોકોઅે તેમના ઘેર વિવિધ પ્રકારની મીઠાઈઅો, ફરસાણ કે મઠીયા જેવી વાનગીઅો બનાવી પરિવારજનો સાથે તહેવારની ઉજવણી કરી હતી. દિવાળીના દિવસે અબાલવૃધ્ધોઅેે સાથે મળીને અાતશબાજી તેમજ દિવા પ્રગટાવી તેમજ રોશની કરીને પર્વની ઉજવણી કરી હતી.

અાજે કારતક મહિનાનો પહેલો દિવસ અેટલે બેસતું ર્વષ છે. અા દિવસે લોકો વહેલી સવારે ઊઠીને દેવ મંદિરમાં જઈને પૂજા અર્ચના કરે છે. તેમજ મોટાભાગના ઘર અાગળ લોકો અવનવી રંગોળી બનાવી નવા ર્વષના અાગમનને વધાવે છે. ત્યારબાદ લોકો અેકબીજાના ઘેર જઈને નવા ર્વષના સાલ મુબારક કે નૂતન વર્ષાભિનંદન જયશ્રી કૃષ્ણ અથવા હેપી ન્યુઈયર કરી શુભેચ્છા પાઠવશે. અા દિવસે લોકો વેરઝેરની ભાવના ભૂલી જઈને નવા વર્ષે નવો સંકલ્પ કરશે.અામ તો દિવાળીનું પર્વ લાભ પાંચમ સુધી ગણાય છે. પરંતુ અાવતીકાલે બેસતાર્વષનું મહત્વ વિશેષ હોય છે.

તેથી અા દિવસે વહેલી સવારથી લઈને મોડી રાત સુધી અા પર્વની ઉજવણી કરવામાં અાવે છે. ગામડાઅોમાં અને તેમજ શહેરોમાં બેસતાર્વષ નિમીતે વહેલી સવારે સબરસ અાપવાની પ્રથા અાજે પણ ચાલુ છે. જેનું નવા ર્વષના દિવસે અાગવુ મહત્વ છે. તેમજ નવા ર્વષના દિવસે અાજે પણ ગામડાઅોમાં મહિલાઅો વહેલી પરોઢે તેમના ઘરમા રહેલા જુના વાસણો કે માટલા કે માટલીઅો સાથે વેલણ ખખડાવી કકળાટ કાઢતી હોય છે. જે પ્રથા અાજે પણ ચાલુ છે. અામ અાજે લોકો નવા ર્વષની ભારે ઉત્સાહ અને અાનંદભેર ઉજવણી કરશે.

You might also like