જમ્મુ-કાશ્મીરના નૌશેરા સેકટરમાં પાકિસ્તાને કર્યો ફરી યુધ્ધવિરામનો ભંગ

કાશ્મીર : જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાન તરફથી સતત યુધ્ધવિરામનો ભંગ ચાલુ છે. રાજ્યના નૌશેરા સેકટરમાં સોમવારના રાત્રિ દરમિયાન પાકિસ્તાન તરફથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું. પાકિસ્તાન તરફતી 82 એમએમ મોર્ટારનો મારો કરવામાં આવ્યો હતો. જો કે ભારતીય સેનાએ તુરંત જ જવાબી કાર્યવાહી કરી હતી. અત્યાર સુધીના મળતા અહેવાલ મુજબ આ ફાયરિંગમાં કોઇપણ પ્રકારનું નુકસાન થયું નથી. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન પર ભારતે કરેલા સર્જીકલ સ્ટ્રાઇક બાદ પાકિસ્તાન તરફથી સતત ફાયરિંગના બનાવો વધી રહ્યાં છે. આ અગાઉ સોમવારે જમ્મ-કાશ્મીરના રાજૌરીમાં કરાયેલા ફાયરિંગમાં એક ભારતીય જવાન શહીદ થયો હતો.

You might also like