બેંગલુરુમાં 31 ડિસેમ્બરની રાત્રીએ સામૂહિક છેડતીની એક હકીકત સીસીટીવીમાં કેદ ફૂટેજ સામે આવી છે. આ સીસીટીવી બેંગલુરુના કમ્મનહલ્લી રોડ પર સ્થિત એક મકાનમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ હતી. આ વીડિયોને આધારે તપાસમાં પોલીસે 4 સંદિગ્ધોની ધરપકડ કરી છે અને તેઓની સાથે પૂછપરછ કરવામાં આવી રહી છે.
આ પહેલા પોલીસે કહ્યું કે તેમણે એમડી રોડ પર લાગેલા 45 સીસીટીવી કેમેરાના વીડીયોની તપાસ અને મામલા માટે એફઆઈઆર પહેલા જ નોંધી લીધી છે. મીડિયાને મળતા સીસીટીવી ફૂટેજમાં એક છેડતીની ઘટના નોંધવામાં આવી છે. વીડિયોમાં છોકરી જ્યારે ઓટોમાંથી ઉતરી તો સુમસાન ગલીમાં બે બાઇક સવાર તેની પાછળ આવી ગયા તેમણે આગળ જઈને બાઇક ફેરવી અને ત્યારે ડ્રાઇવર ઉતર્યો અને છોકરીને જબરજસ્તીથી અડકવા લાગ્યો. ડરી ગયેલી પીડિતા આરોપીનો વિરોધ કરતી રહી પરંતુ આરોપી પર હેવાનિયત સવાર હતી.
આ પહેલી વાર નથી થયું કે સામૂહિક છેડતીની શરમજનક ઘટના સામે આવી હોય, આ પહેલા પણ બદમાશો હેવાન બનીને મહિલાઓ અને માસૂમ નાબાલિક છોકરીઓને શિકાર બનાવી છે. રોડની વચ્ચોવચ જાણે કેટલીય છોકરીઓ અને બહેનોની ઇજ્જત લૂંટવામાં આવી છે.