વડોદરામાં જૂથ અથડામણ, મહારાણા પ્રતાપ જયંતિની રેલી દરમ્યાન પથ્થરમારો

વડોદરાઃ શહેરમાં જૂથ અથડામણ મામલે વાડી પોલીસ સ્ટેશનમાં રાયોટિંગની એક ફરિયાદ દાખલ થઈ છે. કરણી સેનાનાં કાર્યકરો સહિત 200નાં ટોળા સામે ફરિયાદ થઇ હતી. ઉલ્લેખનીય છે કે, મહારાણા પ્રતાપની જન્મ જયંતિની રેલી દરમિયાન આ અથડામણ થઇ હતી.

આયોજકોએ રેલીનો રૂટ બદલીને કાવતરૂ રચ્યો હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરાયો છે. ધર્મસ્થળમાં તોડફોડ કરવાનો પણ તેમની પર આક્ષેપ કરવામાં આવ્યો છે. પોલીસે આરોપીઓને ઝડપી પાડવાની તજવીજ પણ હાથ ધરી છે.

મહત્વનું છે કે વડોદરામાં રેલી પર થયેલાં પથ્થરમારાનો વીડિયો પણ સામે આવ્યો છે. રેલી પર પથ્થરમારો થતાં યુવકો ઉશ્કેરાયાં હતાં. જ્યાં બે સમાજનાં લોકો વચ્ચે પથ્થરમારો થયો હતો. મહારાણા પ્રતાપની જન્મ જયંતિને લઈને અગત્યની રેલી નીકાળવામાં આવી હતી.

જેમાં ટોળાએ પથ્થરમારો કરતા ઘર્ષણ થયું હતું. જેને લઈને પરિસ્થિતિને પહોંચી વળવા માટે પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને પોલીસે ટોળાને કાબૂમાં લેવા ટીયર ગેસનાં સેલ છોડ્યાં હતાં.

You might also like