VIDEO: હાઇ-વે પર પતિ-પત્ની પડ્યાં નીચે અને બાળક બાઇક સાથે દોડતું રહ્યું, જુઓ પછી શું થયું?

કર્ણાટકઃ કહેવાય છે કે મોત અને જન્મ તો ઉપરવાળાનાં હાથમાં હોય છે. ક્યારે કોને કઇ હાલતમાં નવું જીવન મળી જાય તે કોઇ જ જાણતું નથી. કંઇક આવો જ એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલ છે કે જેને જોઇને આપ પણ હેરાન થઇ જશો.

બેંગાલુરુમાં હાઈ-વે પર હૃદય થંભાવી દે તેવી એક દુર્ઘટના સર્જાઈ છે. જેમાં બાઈક પર એક પરિવાર જઈ રહ્યો હતો. જેમાં પતિ-પત્ની અને એક બાળક બાઇક પર સવાર હતાં. તેઓ જ્યારે બાઇક પર જઇ રહ્યાં હતાં ત્યારે અચાનક જ હાઈ-વે પર અન્ય એક બાઈક સાથે આ બાઈક અથડાય છે.

જેનાં કારણે પતિ-પત્ની બાઈકથી નીચે પડી ગયાં. જો કે ચોંકાવનારી આ ઘટના એવી છે કે બાઈક હાઈ-વે પર દોડવા લાગ્યું અને 3 વર્ષીય બાળકી બાઈકની ટાંકી પર બેઠી હતી અને બાઈક હાઈ-વે પર સતત દોડતું રહ્યું અને થોડાંક અંતર સુધી આ બાઇક દોડતી રહી અને ત્યાર બાદ તે બાઇક એકાએક ડિવાઈડર સાથે અથડાઈને નીચે પડી ગઈ.

જો કે કહેવત છે ને કે “રામ રાખે તેને કોણ ચાખે.” બસ આવું જ કંઈક અહીં થયું. આ દુર્ઘટનામાં બાઈક સવાર અને તેની પત્નીનો જીવ એકાએક બચી પણ ગયો. આ સાથે જ બાઈકની ટાંકી પર રહેલી 3 વર્ષીય બાળકીનો પણ કુદરતી આબાદ બચાવ થયો છે.

You might also like