ગીર-સોમનાથ: કેટલાંક અસામાજિક તત્વોનો પોલીસ પર હુમલો, VIDEO જોઇ હલબલી ઉઠશો….

ગીર-સોમનાથઃ જિલ્લાનાં ગઢડામાં કેટલાંક અસામાજિક તત્વોએ પોલીસ પર હુમલો કર્યો હોવાંની એક ઘટના સામે આવી છે. કાર સાઈડમાં લેવા મામલે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

પોલીસે કાર અટકાવતા જ કેટલાંક અસામાજિક તત્વોએ પોલીસ પર કાર ચઢાવી દીધી હતી. જે મામલે પોલીસે ફરજમાં રૂકાવટ કરવાની ફરિયાદ પણ નોંધાવી છે. જો કે મહત્વનું છે કે આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

ઉલ્લેખનીય છે કે તમને જણાવી દઇએ કે એક કાર ચાલકને પોલીસકર્મીઓ દ્વારા કાર સહેજ હટાવવાનું કહેવામાં આવ્યું હતું. મહત્વનું છે કે ત્યારે પોલીસકર્મીઓ અને કારચાલક વચ્ચે બોલાચાલી થતાં મામલો ઉગ્ર બન્યો હતો.

જો કે કારચાલક ત્યાંથી ઘટના સમયે ફરાર થઇ ગયો હતો તેવામાં બાઇક પર પોલીસકર્મીઓએ પીછો કર્યો હતો. જો કે કાર ચાલકને આ વાતની જાણ થતાં જ કાર ચાલકે પોલીસ પર કાર ચઢાવી દીધી હતી અને પોલીસકર્મીને ઇજા પહોંચાડી હતી. આ સમગ્ર ઘટના CCTVમાં પણ કેદ થયેલી છે.

You might also like