સીબીએસઇની વેબસાઇટ પર દરેક શાળાની માહિતી મુકાશે

અમદાવાદ: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન સીબીએસઇ દ્વારા કરાયેલા આદેશ મુજબ રાજ્યની સીબીએસઇ અભ્યાસક્રમ ભણાવતી શાળાઓએ તેમની માહિતી આ મહિનાના અંત સુધીમાં બોર્ડને આપી દેવી પડશે. અમદાવાદની અંદાજે રપ થી વધુ સીબીએસઇ સંલગ્ન શાળાઓએ તેમની માહિતી આપવી પડશે.

સીબીએસઇની વેબસાઇટ પર શાળાઓની તમામ માહિતી મૂકવામાં આવશે. આ મહિને શાળાઓ પાસેથી ડેટા મંગાવી લેવાયા બાદ દિવાળી વેકેશન દરમ્યાન વેબસાઇટ અપડેટ કરવાની કાર્યવાહી પૂરી કરવામાં આવશે. વેબસાઇટ પર શાળા દ્વારા લેવામાં આવતી વર્ગવાર ફી, વિદ્યાર્થીઓ માટેની ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા શાળાના ઇન્ફ્રાસ્ટ્રકચરને લગતી તમામ માહિતી, સિક્યોરિટીની વ્યવસ્થા, દરેક વિદ્યાર્થી અને શિક્ષકની માહિતી, લેબોરેટરીની સુવિધા, શાળાની ભૌગોલિક સ્થિતિ, વિદ્યાર્થીઓનાં પરિણામ વર્ગ વાર અને પ્રમાણપત્રો, શિક્ષકોએ કરેલાં સંશોધનો, શાળામાં ભણાવાઇ રહેલા વિષયોની માહિતી, પ્રિલિમનરી અને મેઇન પરીક્ષાઓની વિગતો, શાળાનું ઇ-મેઇલ આઇડી, મોબાઇલ અને ફોન નંબર સહિતની વિગતો દરેક શાળાએ ૩૧ પહેલાં આપી દેવી પડશે ઉપરોક્ત તમામ માહિતી ત્યારબાદ ઓનલાઇન જોઇ શકાશે.

You might also like