CBSEની ધો.૧૦-૧૨ની પરીક્ષાનો આવતી કાલથી પ્રારંભ

અમદાવાદ: સેન્ટ્રલ બોર્ડ અોફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઈ) દ્વારા અાવતી કાલથી ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ થનાર છે, જેમાં અમદાવાદના 3500થી વધુ વિદ્યાર્થીઅો પરીક્ષા અાપશે.  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા અાગામી તા. 8 માર્ચથી ધો.10-12ની પરીક્ષાનો અારંભ થઇ રહ્યો છે ત્યારે બીજી તરફ સેન્ટ્રલ બોર્ડ અોફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા લેવાનારી માર્ચ-2016ની પરીક્ષાઅો તા. 1 માર્ચ ને અાવતી કાલથી શરૂ થઇ રહી છે, જેના અંતર્ગત અમદાવાદ શહેરની સેન્ટ્રલ સ્કૂલ અને કેન્દ્રીય વિદ્યાલયના 2600થી વધુ વિદ્યાર્થીઅો પરીક્ષા અાપશે. જ્યારે શહેરની અન્ય ખાનગી સીબીએસઈ સંલગ્ન શાળાઅોના 1000 કરતાં વધુ વિદ્યાર્થીઅો પરીક્ષા અાપનાર છે. અામ અાવતી કાલથી શરૂ થનારી સીબીએસઈની ધો.10-12ની પરીક્ષામાં માત્ર અમદાવાદ ના જ 3500થી વધુ વિદ્યાર્થીઅો પરીક્ષા અાપશે. રાજ્યભરમાંથી અંદાજે 7400થી વઘુ વિદ્યાર્થીઅો ધો.10 અને 12ની પરીક્ષા અાપશે.

You might also like