સ‌ીબીએસઈ શાળાના વિદ્યાર્થીઓની સલામતીની જવાબદારી ડીઈઓની રહેશે

અમદાવાદ: અમદાવાદ સહિત રાજ્યભરની શાળાઓમાં વિદ્યાર્થીઓની સલામતીના મુદ્દે અવારનવાર પ્રશ્નો ઉપ‌િસ્થત થાય છે. દિલ્હીની શાળામાં બનેલી તાજેતરમાં એક માસૂમ બાળક પ્રદ્યુમનની હત્યાના પગલે શિક્ષણ વિભાગે મહત્વના નિર્ણયના ભાગરૂપે સીબીએસઇ શાળાના વિદ્યાર્થીઓની સલામતીની જવાબદારી શહેર અને જિલ્લાના ડીઇઓને સોંપી છે.

સીબીએસઇની શાળાઓ સર્વ શિક્ષા અભિયાન અંર્ગતની શિક્ષણ સમિતિની શાળાઓ સમયાંતરે બનતા અકસ્માતના બનાવોમાં શાળા સંચાલકો અને શિક્ષણાધિકારી કચેરી અન્ય બોર્ડની શાળાનું બહાનું કાઢીને છટકબારી શોધી લેતી હોય છે. સીબીએસઇ શાળાના સંચાલકો રાજ્યના શિક્ષણ વિભાગના પદાધિકારીઓને ગાંઠતા પણ નહીં હોવાની ફરિયાદો અવારનવાર ઊભી થતી રહેતી હોય છે. ઘણાં કિસ્સાઓમાં બાળકોની સલામતીના મુદ્દે સીબીએસઇ શાળાના સંચાલકો શિક્ષણતંત્રની અવગણના પણ કરતા હોય છે.

આવા સંજોગોમાં હવે શાળા સંચાલકોની શાન ઠેકાણે આવે અને તેઓ વિદ્યાર્થીઓની સલામતી માટે ગંભીર બને તે હેતુથી સીબીએસઇ કેન્દ્રીય વિદ્યાલય અને સર્વ શિક્ષા અભિયાન અંર્તગતની શાળાઓના નોડલ ઓફિસર તરીકે શિક્ષણાધિકારીને જવાબદારી સોંપવામાં આવી છે. ગુજરાત બોર્ડ સહિત આ તમામ બોર્ડની શાળાઓ માટે ડીઇઓ શિક્ષણાધિકારીએ નોડલ ઓફિસર તરીકે જવાબદારી નિભાવવાની રહેશે. જેથી હવે શાળાઓમાં બાળકોની સલામતી અને અકસ્માતના બનાવોમાં રોક માટે શિક્ષણાધિકારી એજ જવાબદારી નિભાવવી પડશે તેવો પ્રાથમિક શિક્ષણ વિભાગે આદેશ જારી કર્યો છે.

ગુજરાતમાં સીબીએસઇની શાળા માટે સૌપ્રથમ ગુજરાત સરકાર અને માધ્યમિક શિક્ષણ બોર્ડનું એનઓસી લેવું ફરજિયાત છે. ડીઇઓ તેના અધિકૃત અધિકારી તરીકે સત્તા ધરાવે છે. તમામ પ્રક્રિયા બાદ જ સીબીએસની શાળા શરૂ થઇ શકે. જેેમાં નોંધણીની શરતમાં શાળાની જવાબદારીમાં બાળકોની સલામતીની શરત પ્રાયોરિટીમાં સમાવિષ્ટ છે. જિલ્લા શિક્ષણાધિકારી અધિકૃત અને જવાબદાર વ્યક્તિ છે. સીબીએસીની શાળાઓમાં ઇન્સ્પેકશન સહિતની સત્તા ડીઇઓ પાસે છે જેના માટે બોર્ડને જાણને કરવાની રહે છે. આમ કેન્દ્રીય શાળાઓ તેમનું અલગ બોર્ડ છે તેમ કહીને જવાબદારીમાંથી છટકી શકશે નહીં ડીઇઓ નોડલ અધિકારી તરીકે બાળકોનાં હિત અને સલામતીના મુદ્દે અધિકૃત છે. તેનું પ્રાથમિક શિક્ષણ નિયામક મહેશ જોષીએ જણાવ્યું હતું.

You might also like