સીબીએસઈએ ઓપન બુક એકઝામ સિસ્ટમ હટાવી દીધી

નવી દિલ્હી: સીબીએસઈએ બે વર્ષ પહેલાં ધો.૯ અને ૧૧માં દાખલ કરેલી ઓપન બુક એકઝામ સિસ્ટમને હટાવી દેવા નિર્ણય કર્યો છે. બોર્ડે જણાવ્યું છે કે આ વર્ષથી વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રમાં પુસ્તક લઈને જઈ નહિ શકે. આવા નિયમથી વિદ્યાર્થીઓની પ્રતિભા યોગ્ય રીતે બહાર આવી શકશે.

બોર્ડના અધિકારીઓએ વધુમાં જણાવ્યું કે કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે ઓપન બુક એકઝામ સિસ્ટમ(ઓટીબીએ) ને હટાવવા નિર્ણય કર્યો છે. જેમાં ચર્ચા બાદ બોર્ડે ર૦૧૭-૧૮ના સત્રથી ધો.૯ અને ૧૧માં શિક્ષણ યોજનામાંથી ઓટીબીએ યોજના હટાવવા નિર્ણય કર્યો છે. તેમણે વધુમાં જણાવ્યું કે અમને સ્કૂલમાંથી એવી માહિતી મળી હતી કે આવી સિસ્ટમથી વિદ્યાર્થીઓના વિકાસમાં અવરોધ ઊભો થાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ર૦૧૪માં સીબીએસઈએ ઓટીબીને ધો.૯ની વાર્ષિક પરીક્ષામાં હિંદી, અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન માટે લાગુ કરી હતી. જ્યારે ધો.૧૧ના કેટલાક વિષયો જેવા કે અર્થશાસ્ત્ર, જીવ વિજ્ઞાન, અને ભૂગોળ માટે વાર્ષિક પરીક્ષામાં આવી સિસ્ટમ લાગુ કરવામાં આવી હતી. ઓટીબીએમાં વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો ચાર મહિના પહેલાં આપી દેવામાં આવતાં હતાં.

તેથી તેમને પરીક્ષા વખતે સાથે લાવવાની મંજૂરી આપવામાં આવી હતી. અને તેમાં વિદ્યાર્થીઓને એવી પણ છૂટ આપવામાં આવી હતી કે તેઓ પરીક્ષામાં સવાલના જવાબ લખતી વખતે પુસ્તકની મદદ લઈ શકશે. તેનો હેતુ તેમને તેઓ તેમની નોટસ સારી રીતે લખી શકે તે માટે અને આવી સિસ્ટમનો તેઓ યોગ્ય રીતે ઉપયોગ કરી શકે તે માટેનો હતો. પણ હવે આવી સિસ્મટને હટાવી દેવાનો બોર્ડે નિર્ણય કર્યો છે.
http://sambhaavnews.com/

You might also like