CBSE દ્વારા 10માં ધોરણનું પરિણામ જાહેર : વિદ્યાર્થીઓ ફરી આગળ

નવી દિલ્હી : સીબીએસઇ(સેન્ટ્ર બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન)નાં 10માં ધોરણની પરિક્ષાનું પરિણામ આવી ચુક્યું છે. કુલ 96.21 ટકા વિદ્યાર્થીઓ પરિક્ષામાં સફળ થયા છે. ગત્ત વર્ષે આ પરિણામ 97.32 ટકા હતું. એઠલે કે આ વર્ષે 1 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. 10માંની પરિક્ષામાં ગત્ત વર્ષની જેમ જ આ વર્ષે પણ વિદ્યાર્થીનીઓ બાજી મારી ગઇ છે. 96.36 ટકા યુવતીઓ પાસે થઇ છે. જ્યારે વિદ્યાર્થીઓમાં 96.11 ટકા જ પાસ થયા છે. એટલું જ નહી 12માંની જેમ 10માં ધોરણમાં પણ તિરુવનંતપુરમ રીઝનનું રિઝલ્ટ સૌથી સારૂ એટલે કે 99.87 ટકા રહ્યું છે. કુલ 1,68,541 વિદ્યાર્થીઓને 10.0 સીજીપીએ મળ્યા છે. જ્યારે 3335 દિવ્યાંક વિદ્યાર્થીઓએ આ પરિક્ષામાં બાજી મારી છે. તેમનો પાસ થવાનો કુલ દર 95.18 ટકા છે.

આ વખતે સીબીએસઇની 10માં ધોરણની પરિક્ષામાં કુલ 14,99,122 વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી હતી. કુલ 13,73,853 વિદ્યાર્થીઓએ આ પરિક્ષામાં ભાગ લીધો હતો. 10માંની પરિક્ષા આ વર્ષે 1 માર્ચ થી 28 માર્ચ સુધી ચાલી હતી. 12માં ધોરણનું પરિણામ અગાઉ આવી ચુક્યું છે. દિલ્હીની સુકૃતી ગુપ્તાએ 99.4 ટકા લાવીને ટોપ કર્યું છે.

વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ ww.cbse.nic.in or www.cbseresults.nic.in પર જઇને પોતાનો રોલ નંબર તથા જન્મતારીખ નાખીને પરિણામ જોઇ શકશે. તે ઉપરાંત પરિણામ સર્ચ એન્જિન www.bing.comનાં માંધ્યમથી પણ જોઇ શકાય છે. અત્રે ઉલ્લે્ખનીય છે કે સીબીએસઇની સ્થાપનાં 3 નવેમ્બર 1962નાં રોજ થઇ હતી. સીબીએસઇ દર વર્ષે 10માં તથા 12માં સહિત ઘણા પ્રકારની પરિક્ષાઓનું આયોજન કરતું હોય છે.

You might also like