Categories: Gujarat

CBSE બોર્ડનાંં ધોરણ ૧૦-૧૨નાં એડમિટ કાર્ડ આ તારીખે મળશે…

અમદાવાદ: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (સીબીએસઈ)નાં ધોરણ ૧૦ અને ૧૨ની માર્ચમાં યોજાનારી પરીક્ષા આપવા જઈ રહેલા વિદ્યાર્થીઓને પરીક્ષાના એડમિટ કાર્ડ ૫ ફેબ્રુઆરીના રોજ ઈસ્યુ કરવામાં આવશે. વિદ્યાર્થીઓ સીબીએસઈની વેબસાઈટ પરથી ફેબ્રુઆરીએ કાર્ડ ડાઉનલોડ કરી શકશે.

બોર્ડ પરીક્ષા માટે વિદ્યાર્થીઓનાં રજિસ્ટ્રેશન થઈ ચૂક્યાં છે. પરંતુ રજિસ્ટ્રેશન કરાયાં બાદ કેટલાક વિદ્યાર્થીઓના પિતાનાં નામ, પોતાનું કે માતાનું નામ, જન્મ તારીખ અથવા તો વિષયમાં ભૂલો કરી જવા પામી છે અને તેમાં સુધારા કરવાના હશે તેના માટે ૮મી જાન્યુઆરીથી ૨૦ જાન્યુઆરી સુધી કરેકશનની કામગીરી બોર્ડ સ્વીકાર કરશે. ત્યાર બાદ સુધારેલી ફાઇનલ યાદી સાથે વિદ્યાર્થીઓને ૫મીએ એડમિટ કાર્ડ મળશે.

સ્કૂલ અથવા તો વિદ્યાર્થીઓ પરીક્ષા ફોર્મમાં આપવામાં આવેલી જાણકારીમાં ૨૦ જાન્યુઆરી સુધી સુધારો કરી શકશે. આ સુધારો શાળા દ્વારા બનાવવામાં આવેલી કેન્ડિડેટ લિસ્ટ માટે હોવો જોઈએ. ધોરણ ૧૦ કે ૧૨ના વર્ગમાં કેન્ડિડેટ લિસ્ટમાં કરેકશન શાળાના રેકોર્ડ મુજબ જ કરી શકશે.

સીબીએસઈ ધોરણ ૧૦ પરીક્ષા ૯ માર્ચથી શરૂ થશે. જે ૧૦ એપ્રિલ સુધી ચાલશે. જ્યારે ધોરણ ૧૨ની પરીક્ષા ૯ માર્ચથી ૨૯ એપ્રિલ સુધી ચાલશે. જેનું પરિણામ સામાન્ય રીતે મે માસના ત્રીજા સપ્તાહે જાહેર કરવાની શક્યતા છે. વર્ષ ૨૦૧૮ના વર્ષની ધોરણ ૧૦ની પરીક્ષા હવે શાળા કક્ષાએ લેવાની બંધ કરતાં તમામ વિદ્યાર્થીઓની પરીક્ષા હવે બોર્ડ દ્વારા જ લેવામાં આવશે. જેમાં ૮૦ ટકા બોર્ડની પરીક્ષા અને ૨૦ ટકા શાળાના આંતરિક એસાઈમેન્ટના ગણવામાં આવશે. છેલ્લાં ઘણાં વર્ષથી સીબીએસઇ બોર્ડનાં ધોરણ ૧૦ની પરીક્ષા ફરજિયાત ન હતી. જે આ વર્ષથી ફરજિયાત કરાઈ છે.

જ્યારે ગુજરાત બોર્ડની આગામી માર્ચમાં લેવાનારી ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કરાવવાનું ચૂકી ગયેલા વિદ્યાર્થીઓને ૮ જાન્યુઆરી સુધી લેઈટ ફી સાથે ફોર્મ ભરવાની તક આપવામાં આવી છે.

૧૦ ડિસેમ્બરે રેગ્યુલેર ફી સાથેના રજિસ્ટ્રેશનની મુદત પૂરી થઈ છે. હવે ૨૦થી ૨૯ ડિસેમ્બર સુધી રૂ. ૩૦૦ લેઈટ ફી અને ૩૦ ડિસેમ્બરથી ૮મી જાન્યુઆરી સુધી રૂ.૩૫૦ લેઈટ ફી વસૂલવા સાથે ફોર્મ ભરાશે. તેમજ ૯ જાન્યુઆરી સુધી ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓ શાળા કક્ષાએ તેમનાંં ફોર્મમાં રહી ગયેલી ભૂલીને સુધારી શકશે.

divyesh

Recent Posts

પ્યાર મેં ધોખાઃ પ્રેમિકાને બદનામ કરવા કોન્સ્ટેબલે અશ્લીલ ફોટાનો સહારો લીધો

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: બાર વર્ષ સુધી ડિવોર્સી મહિલા સાથે લિવ ઈન રિલેશનમાં રહ્યા બાદ પોલીસ કર્મચારીએ તેના બીભત્સ ફોટોગ્રાફની પ્રિન્ટ…

19 hours ago

1 ફેબ્રુઆરીથી કેન્દ્ર સરકારની નોકરીમાં 10 ટકા સવર્ણ અનામતનો લાભ મળશે

(એજન્સી) નવી દિલ્હી: સામાન્ય શ્રેણીના આર્થિક રીતેે નબળા વર્ગ (ઇડબ્લ્યુએસ)ના લોકોને ૧ ફેબ્રુઆરીથી કેન્દ્ર સરકારની નોકરીઓમાં ૧૦ ટકા અનામતનો લાભ…

21 hours ago

…તો ઇજાગ્રસ્ત પેસેન્જર મુંબઇના બદલે કોલકતા પહોંચી ગયો હોત

(અમદાવાદ બ્યૂશ્રરો) અમદાવાદ: વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-ર૦૧૯ની ઇવેન્ટમાં હાજરી આપવા આવેલા મુંબઇના પ્રવાસીને પાછા ફરતી વખતે અન્ય ફલાઇટમાં બેસાડી દેવાતાં…

21 hours ago

Ahmedabadમાં 800 કરોડના ખર્ચે નવાં આઠ મલ્ટિસ્ટોરિડ પાર્કિંગ બનાવાશે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: દેશના ગોવા જેવા રાજ્ય કરતાં પણ વધુ વાર્ષિક બજેટ ધરાવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટીતંત્ર દ્વારા આગામી નાણાકીય…

21 hours ago

પ્રોપર્ટીના વિવાદમાં એક જ પરિવારના સભ્યો આમને સામનેઃ ત્રણ ઘાયલ

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: શહેરના રખિયાલમાં ગઇ કાલે સાંજે પ્રોપર્ટીના વિવાદમાં એક જ પરિવારના બે સભ્યો વચ્ચે લોહિયાળ જંગ ખેલાતાં સમગ્ર…

22 hours ago

નંબર પ્લેટ વિના ફરતા નવાં વાહનો પર RTOની તવાઈ

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: શહેરમાં છેલ્લા કેટલાક સમયથી નંબર પ્લેટ વિના નવા ફરતા વાહનો પર રોક લગાવવા માટે આરટીઓએ ડીલરો સામે…

22 hours ago