CBSE બોર્ડની શાળામાં ધો-૨ સુધી વિદ્યાર્થીઓને સ્કૂલ બેગમાંથી મુક્તિ

અમદાવાદ: સીબીએસઈ બોર્ડની શાળાઓમાં અભ્યાસ કરતાં ભૂલકાંઓને હવે સ્કૂલ બેગનો બોજો અને હોમવર્કમાંંથી મુક્તિ મળી છે. સીબીએસઈ બોર્ડ સંલગ્ન શાળાઓમાં બોર્ડે ધોરણ ૨ સુધીના વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ અને હોમવર્કમાંથી મુક્તિ આપવાનો આદેશ કર્યો છે.

સીબીએસઈ અને ગુજરાત બોર્ડની શાળાઓમાં ભણતા લાખો વિદ્યાર્થીઓને સ્કૂલ બેગનો બોજો અને વધુ પડતું હોમવર્ક કરાવાતું હોવાની ફરિયાદો થતી હતી. તાજેતરમાં મદ્રાસ હાઇકોર્ટે ચુકાદો જાહેર કર્યા બાદ બોર્ડે કડકાઈભર્યું વલણ અપનાવ્યું છે.

એટલું જ નહીં આ ઉપરાંત શાળાઓમાં ધોરણ આઠ સુધીમાં અન્ય કોઈ સ્ટેશનરી,પાઠ્યપુસ્તકોનો ઉપયોગ કરવાના બદલે વિદ્યાર્થીઓના શારીરિક અને માનસિક વિકાસ માટે એનસીઇઆરટીનો અભ્યાસક્રમ લાગુ કરવાનો આદેશ કરાતા સીબીએસઈ શાળાઓમાં ધોરણ ૮ સુધીના વિદ્યાર્થીઓ માટે આગામી શૈક્ષણિક વર્ષથી સીબીએસઈનો કોર્સ અમલી થશે.તાજેતરમાં મદ્રાસ હાઇકોર્ટે ચુકાદો જાહેર કર્યા બાદ બોર્ડે કડકાઈભર્યું વલણ અપનાવ્યું છે.

અમદાવાદ શહેરમાં ૫૦થી વધુ સીબીએસઈ શાળાઓ છે. જોકે કેન્દ્રીય વિદ્યાલયોમાં તો પહેલેથી ધોરણ ૨ સુધીનાં બાળકોને હોમવર્ક અને ભારે સ્કૂલ બેગમાંથી મુક્તિ આપવામાં આવી છે.

આ અંગે ખાનગી શાળા સંચાલક મંડલના પ્રમુખ દીપક રાજ્યગુરુએ જણાવ્યું હતું કે સીબીએસઈ બોર્ડનું આ પગલું આવકાર દાયક છે નાની ઉંમરનાં બાળકોને સ્કૂલ બેગમાંથી મુક્તિ આપવી જ જોઈએ, પરંતુ હોમવર્ક ન આપવું એ અયોગ્ય છે.

તેનાં બદલે વિષયના મહત્વ પ્રમાણે હોમવર્ક આપવું જોઈએ નોટબુકોનું ભારણ ઘટાડી દેવું જોઈએ શક્ય હોય તો નોટબુક પણ રદ કરી દેવી જોઈએ. વિદ્યાર્થીઓને હોમવર્ક કરાવવા માટે માત્ર વર્કશીટ આપવી જોઈએ.

divyesh

Recent Posts

એપલની ત્રણ ટકા કેશબેકવાળી પેમેન્ટકાર્ડ સેવા ઉપરાંત ન્યૂઝ પ્લસ અને સ્ટ્રીમિંગ પણ લોન્ચ

(એજન્સી)કેલિફોર્નિયા: કેલિફોર્નિયા સ્થિત સ્ટીવ જોબ્સ થિયેટરમાં એપલની શો ટાઈમ ઈવેન્ટમાં ગઈ કાલે મોડી રાતે કંપનીએ પેમેન્ટ માટે એપલ-પે, એપલકાર્ડ, એપલ…

2 hours ago

દિલથી હું બહુ બોલ્ડ છુંઃ અદા શર્મા

વર્ષ ૨૦૦૮માં રિલીઝ થયેલી વિક્રમ ભટ્ટની ફિલ્મ '૧૯૨૦'થી અદા શર્માએ કરિયર શરૂ કરી હતી. ફિલ્મ સફળ થઇ છતાં પણ અદાને…

2 hours ago

રામાયણમાં સુંદરકાંડ સૌથી શ્રેષ્ઠ છે….

સુંદરકાંડનો પ્રાદુર્ભાવ લંકામાં થયો છે. લંકા ત્રિકૂટ પર્વત પર આવેલો છે. ત્રિકૂટ એટલે ત્રણ શિખર. જેમાં એક શિખરનું નામ નલ…

2 hours ago

જીતીને હારી ગયેલા અશ્વિને કહ્યુંઃ મેં કંઈ ખોટું નથી કર્યું

(એજન્સી) જયપુર: કિંગ્સ ઈલેવન પંજાબે ગઈ કાલે રાજસ્થાન રોયલ્સની ટીમને IPLની પોતાની પ્રથમ મેચમાં 'વિવાદિત' રીતે ૧૪ રને હરાવી દીધી.…

3 hours ago

પેમેન્ટમાં ડિફોલ્ટ થતાં આરકોમ-જિઓ સ્પેક્ટ્રમ ડીલની DOT દ્વારા તપાસ શરૂ

(એજન્સી)નવી દિલ્હી: અનિલ અંબાણીની કંપનીએ રૂ.૨૧ કરોડના સ્પેક્ટ્રમ પેમેન્ટ પર ડિફોલ્ટ કર્યા બાદ ટેલિકોમ વિભાગ (DOT)એ રિલાયન્સ કોમ્યુનિકેશન્સ (RCOM) અને…

3 hours ago

US જવા પતિ એરપોર્ટ પર રાહ જોતો રહ્યો, પત્ની પોલીસ સ્ટેશન પહોંચી

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: શહેરના ચાંદખેડા વિસ્તારમાં રહેતી એક NRI યુવતી તેના પતિની જાણ બહાર તેના પાસપોર્ટ અને અગત્યના ડોક્યુમેન્ટ લઇને…

3 hours ago