સીબીએસઇ ધોરણ ૧રનું પરિણામ સંભવતઃ રપ મેના રોજ જાહેર થશે

અમદાવાદ: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજયુકેશન (સીબીએસઇ)ના ધો.૧રનું પરિણામ સંભવતઃ ર૪થી ર૭ મે વચ્ચે જાહેર થઇ શકે છે. બોર્ડ પોતાના પરિણામની જાહેરાત સમયસર કરવા માગે છે કે જેથી ધો.૧ર પાસ કરનાર વિદ્યાર્થીઓને કોલેજો અને યુનિવર્સિટીઓમાં એડમિશન લેવામાં મુશ્કેલી ન પડે.

સીબીએસઇના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ધો.૧રના પરિણામની જાહેરાત તા.રપ મેના રોજ થઇ શકે છે. સીબીએસઇ પોતાના તરફથી પરિણામ મોડું જાહેર ન થાય તે માટે તમામ પ્રયાસ કરી રહેલ છે કે જેથી વિદ્યાર્થીઓને એડમિશન લેવામાં કોઇ પણ પ્રકારની સમસ્યા ન નડે.

જો કોઇ કારણસર પરિણામ જાહેર થવામાં વિલંબ થશે તો પણ મોડામાં મોડું ર૭ મે સુધીમાં પરિણામ જાહેર થઇ જશે. સૂત્રોના જણાવ્યા અનુસાર માર્કશીટમાં આ વખતે પણ ગ્રેસ માર્ક જોવા મળશે. અા વર્ષે ૧૦,૯૮,૮૯૧ વિદ્યાર્થીઓને પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. સંસદની ચૂંટણીના કારણે એક અઠવાડિયું પરીક્ષા પાછી ઠેલવી પડી હતી. પરીક્ષા મોડી થવાના કારણે સીબીએસઇના અધિકારીઓ સમયસર પરિણામ આપવાની તમામ કોશિશ કરી રહ્યા છે. સામાન્યતઃ પરીક્ષા ૧ માર્ચથી શરૂ થતી હોય છે. અને પરીક્ષાનાં પરિણામો મેના બીજા સપ્તાહમાં આવી જતાં હોય છે.
http://sambhaavnews.com/

You might also like