હરિયાણાના પૂર્વ મુખ્યપ્રધાન હુડા સામેના કેસની CBI તપાસ કરશે

નવી દિલ્હી: હરિયાણાના પૂર્વ મુખ્યપ્રધાન હુડા સામેના નેશનલ હેરાલ્ડ જમીન ફાળવણી કેસની તપાસ હવે સીબીઆઈને સોંપવામાં આવતા આગામી દિવસોમાં હુડાની મુસીબતમાં વધારો થઈ શકે તેમ છે.  નેશનલ હેરાલ્ડ સાથે સંકળાયેલી કંપની એજેએલને કોંગ્રેસના શાસનકાળમાં જમીન ફાળવવામાં આવી હતી. મુખ્યપ્રધાન મનોહરલાલ ખટ્ટરે જણાવ્યું કે આ કેસ થોડા દિવસો પહેલા તપાસ માટે સીબીઆઈને સોંપી દેવામાં આવ્યો છે. અને સીબીઆઈ પણ આ અંગે ઝડપથી તપાસ હાથ ધરી દેશે.

હરિયાણા રાજ્ય સતર્કતા બ્યૂરોએ ૨૦૦૫માં એજેએલને એક જમીન કથિત રીતે ફરી ફાળવવાના મામલે પૂર્વ મુખ્યપ્રધાન ભૂપેન્દ્રસિંહ હુડા અને ચાર હુડા અધિકારીઓ સામે છેતરપિંડી અને ભ્રષ્ટાચારનો કેસ દાખલ કર્યો હતો. આમ તો હુડા પહેલાથી જ પંચકૂલામાં ઈન્ડસ્ટ્રી પ્લોટ અને માનેસરમા કથિત જમીન કૌભાંડને લઈને મુશ્કેલીમાં ઘેરાયેલા છે. ઢીંગરા કમિશનના તાજેતરના અહેવાલ બાદ આ કેસમાં તપાસ હાથ ધરવામા આવી હતી. ત્યારે હવે આ મામલો સીબીઆઈને સોંપવામાં આવ્યો હોવાથી આગામી દિવસોમાં આ કેસમાં હુડાની મુસીબતમાં વધારો થઈ શકે તેમ છે. હાલ આ બાબતે હરિયાણામાં ભારે ચકચાર મચી ગઈ છે.

home

You might also like