393 શેલ કંપનીઓ દ્વારા 2900 કરોડનું કૌભાંડ સીબીઆઇએ કર્યો પર્દાફાશ

નવી દિલ્હી : સીબીઆઇએ ત્રણ વર્ષમાં 393 કરતા વધારે શેલ કંપનીઓની ઓળખ કરી છે. તપાસ દરમિયાન એજન્સીએ 2900 કરોડ રૂપિયા કરતા વધારેની અનક્લિયર્ડ ઇનકમની ભાળ મેળવી હતી. સીબીઆઇ સૂત્રોનું કહેવું છેકે આ કંપનીઓનો ઉપયોગ ટેક્સ ચોરી અને બ્લેકમની માટે કરવામાં આવતો હશે. જે માત્ર કાલળ પર જ હોય છે. આ કંપની બિઝનેસ ઓપરેશન્સમાં એક્ટીવ નથી હોતી.

આ કંપનીઓનો ઉપયોગ માત્ર ટેક્સ બચાવવા માટે જ થાય છે. સીબીઆઇ સુત્રોનાં અનુસાર શેલ કંપનીઓનો ઉપયોગ લોન ફંડ્સ ડાયવર્ટ કરવા અને નકલી બિલ બનાવવા માટે કરવામાં આવતો હતો. આરોપીઓએ તેની મદદથી નાણા સગેવગે કર્યા અને બ્લેક મની છુપાવ્યું. ઉલ્લેખનીય છે કે રાઉન્ડ ટ્રીપિંગ દ્વારા શંકાસ્પદ ફંડ્સને વિદેશ મોકલવામાં આવે છે. તેના માટે શેલ કંપનીઓનો ઉપયોગ કરવામાં આવે છે.

પહેલા નકલી ઇમ્પોર્ટ હેઠળ પૈસા બીજા દેશોમાં મોકલવામાં આવે છે અને ત્યાર બાદ તે જ નાણા ફંડ ઇન્વેસ્ટમેન્ટનાં નામે દેશમાં લાવીને વ્હાઇટ કરી દેવાય છે. જો કે હજી તપાસ માત્ર પ્રાથમિક તબક્કામાં છે. તપાસ એજન્સી પાસે મની લોન્ડ્રિંગ અને બેંકો સાથે છેતરપીંડીનાં કિસ્સામાં ફરિયાદો આવે છે.

સીબીઆઇને 28 જાહેર ક્ષેત્રની અને એક પ્રાઇવેટ બેંકની તપાસ દરમિયાન શેલ કંપનીઓનીં ગોટાળા અંગે જાણ થઇ હતી. 200થી વધારે બેંકો ફ્રોડનાં મુદ્દે તપાસ કરી રહ્યા છે. લગભગ 30 હજાર કરોડનું ફંડ તેમાં ઉપયોગ થયો છે. તપાસ માટે કેટલાક કિસ્સઓમાં બીજી એજન્સીઓને પણ તપાસ સોંપાઇ છે.

You might also like