બોફર્સ કૌભાંડ વધારી શકે કોંગ્રેસની મુશ્કેલી

કોંગ્રેસ પાર્ટી માટે કલંક સાબિત થયેલા બોફોર્સ કૌભાંડનું ભૂત ફરી ધૂણી શકે છે. બોફોર્સ કૌભાંડ ચૂંટણીના મોસમાં એકવાર ફરી પાર્ટીની મુશ્કેલીમાં વધારો કરી શકે છે. સીબીઆઇએ બોફોર્સ તોપ ડિલની તપાસ ફરી શરૂ કરવા માટે કેન્દ્ર સરકાર પાસે મંજૂરી માગી છે. બોફોર્સકાંડમાં હિન્દુજા બંધુઓને દોષમુક્ત જાહેર કરતાં દિલ્હી હાઇકોર્ટના ચુકાદાની પડકારતી પિટીશન પર સુનાવણી હાથ ધરવા સુપ્રીમ કોર્ટે પરવાનગી આપી છે. આ સાથે જ સીબીઆઇ પણ સક્રિય થઇ ગઇ છે. સીબીઆઇએ આ મુદ્દે કેન્દ્ર સરકારનું વલણ જાણવાની ઇચ્છા વ્યક્ત કરી છે અને મંત્રાલયને પત્ર લખ્યો છે. ઉલ્લેખનીય છે કે દિલ્હી હાઇકોર્ટના તે સમયના ન્યાયમૂર્તિ આર. એસ. સોઢીએ 31મે 2005ના રોજ હિન્દુજા બંધુઓને દોષમુક્ત જાહેર કર્યા હતા. બોફર્સ કંપનીને કમિશન ચુકવવાના આરોપમાંથી હિન્દુજા બંધુઓને દોષમુક્ત જાહેર કરતા સીબીઆઇની કામગીરીની પણ ટીકા કરી હતી.

You might also like