સામે આવ્યુ આપનું વધુ એક પાપ : મંત્રી વિરુદ્ધ સીબીઆઇએ દાખલ કર્યો કેસ

નવી દિલ્હી : એમસીડી ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને વધારે એક ઝટકો લાગ્યો છે. દિલ્હી સરકારમાં સ્વાસ્થય મંત્રી સત્યૈન્દ્ર જૈનની મુશ્કેલીઓમાં સતત વધારો થઇ રહ્યો છે. સીબીઆઇએ જૈનની વિરુદ્ધ મની લોન્ડ્રીંગનો કેસ દાખલ કર્યો છે. સત્યેન્દ્ર જૈન પર હવાલા વેપારીઓ સાથે સીધો સંપર્ક હોવાનો પણ આરોપ છે.

આરોપ છે કે જૈન 2015-16 દરમિયાન લોકસેવક રહેવા છતા પ્રયાસ ઇન્ફો સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ, અકિંચન ડેવલપર્સ પ્રાઇવેટ મિટેડ અને મંગલાયતન પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિનિટેડ દ્વારા 4.63 કરોડ રૂપિયાનાં મની લોન્ડ્રિંગમાં સંડોવાયેલા હતા.

જૈનની વિરુદ્ધ આરોપોમાં આ કંપનીઓ અને ઇડોમેન્ટલ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા 2010-12 દરમિયાન 11.78 કરોડ રૂપિયાનાં કથિન નાણઆ સંશોધનનો મુદ્દો પણ સામે આવ્યો છે. કેસ નવો બેનામી લેવડ દેવડ નિષેધ કાયદાની વિરુદ્ધ આવેકવેરા વિભાગ દ્વારા સીબીઆઇને મોકલવામાં આવ્યો હતો.

સીબીઆઇનું કહેવું છે કે સત્યેન્દ્ર જૈનની 4 કંપનીઓનાં નામ સામે આવ્યા છે. આ ચારેય કંપનીઓમાં જૈન લાંબા સમય સુધી ભાગીદાર રહ્યા છે. આવકવેરા વિભાગ દ્વારા પણ દિલ્હી સરકારનાં મંત્રી પર આરોપ લગાવવામાં આવ્યું હતું.

You might also like