CBIના જ પ્રોગ્રામરે રેલવેની સાઈટ હેક કરી, તત્કાલ ટિકીટમાં કર્યાં કૌભાંડો

CBIએ રેલવેના તત્કાલ રિઝર્વેશન તંત્રને હેક કરી એક જ સમયે હજારો ટિકીટ બુક કરનાર એક ગેરકાયદેસર સોફ્ટવેરનું નિર્માણ કરવાના આરોપમાં સોફ્ટવેર પ્રોગ્રામરની બુધવારે ધરપકડ કરી હતી.

સીબીઆઈના પ્રવક્તા અભિષેક દયાળે જણાવ્યું કે, સહાયક પ્રોગ્રામર અજય ગર્ગ અને તેના મુખ્ય સહયોગી અનિલ ગુપ્તાની સોફ્ટવેર બનાવીને વેચવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.

અજય ગર્ગે IRCTC સાથે 2007 થી 2011 વચ્ચે ચાર વર્ષ સુધી કામ કર્યું હતું અને રેલવે ટિકીટ સિસ્ટમ વિશે તે ઉંડાણથી જાણતો હતો. ગર્ગ અને ગુપ્તા સિવાય CBIએ 13 લોકો વિરુદ્ધ ફરિયાદ કરી છે. જેમાં ગર્ગના પરિવારજનો અને ટ્રાવેલ એજન્ટ પણ સામેલ છે. ગર્ગ ગ્રાહકો પાસેથી બિટકોઈન દ્વારા પૈસા લેતો હતો, જેથી તે પકડાઈ ન શકે.

આ ઘટનામાં જૌનપુરના સાત અને મુંબઈના ત્રણ એજન્ટોની ઓળખ કરવામાં આવી છે. બીજા દિવસે ઉપડતી ટ્રેનોમાં એસી ટ્રેનની ટિકીટ માટે તત્કાલ કોટામાં બુકિંગ સવારે 10 વાગ્યાથી અને બિન એસી ટ્રેન કોચ માટે 11 વાગ્યાથી બુકિંગ શરૂ થાય છે.

જો કે સામાન્ય રીતે મુસાફરોની ફરિયાદ હતી કે, જ્યારે તેઓ IRCTCની વેૂસાઈટ પર ટિકીટ બુક કરાવવા માગે છે, ત્યારે તત્કાલ બુક જ હોય છે અને તેમની ટિકીટ ખારિજ થઈ જાય છે અને તેમને વેઈટિંગ લિસ્ટ મળી જાય છે અને તે પણ મોંઘી કિંમતો પર.

You might also like