બિટકોઇન કૌભાંડ મામલો: CBI અધિકારી સુનિલ નાયરની ગુજરાતમાંથી મેઘાલય બદલી

સુરત:બિટકોઈન કૌભાંડમાં શૈલૈષ ભટ્ટ પાસેથી ખંડણી ઉઘરાવવાનો મામલે CBIના અધિકારી સુનિલ નાયરને બચાવવાનો તખ્તો તૈયાર કરાયો છે. CBIના અધિકારી નાયરે શૈલેષ ભટ્ટ પાસેથી પાંચ કરોડ પડાવ્યા હતા. બિટકોઇનના નામે દબાણ કરી નાયરે મોટી કળા કરી હતી. શૈલેષ ભટ્ટ પાસેથી કરોડો પડાવનારને અધિકારીને રાહત મળી શકે છે.

CID ક્રાઇમે પણ હજુ સુધી તપાસ કરી નથી. સુનિલ નાયરને બચાવવા પાછળ મોટા નેતાઓનો હાથ છે. સુનિલ નાયરની હજુ સુધી ધરપકડ કરાઈ નથી. બે દિવસ પહેલા સુનિલ નાયરે મોટા નેતાઓ સાથે બેઠક કરી હતી.

સુનિલ નાયરની ભૂમિકા રહી છે કેવી ?

સુનિલ નાયર CBI અધિકારી છે. બિટકોઈન કેસમાં સુનિલ નાયરની પણ સંડોવણી છે. સુનિલ નાયરે પણ શૈલેષ ભટ્ટ પાસેથી બિટકોઈન પડાવ્યા છે. કિરીટ પાલડિયા સુનિલ નાયરના નામથી શૈલેષ ભટ્ટને ધમકાવતો હતો. નાયરે ભટ્ટ પાસેથી 5 કરોડ પડાવ્યાનો આરોપ છે. શૈલેષ ભટ્ટે CBI અધિકારીની તમામ વિગતો આપી છે. કોટડિયા-પાલડિયાની સાઠગાંઠમાં નાયર હાથો બન્યા! પાલડિયા નાયરના નામે ભટ્ટને ડરાવતો હતો. બિટકોઈનની વિગતો પાલડિયાએ જ નાયરને આપી હતી. નાયરે સત્તાવાર કાર્યવાહી વિના ભટ્ટ પાસેથી 5 કરોડ લીધા હતા.

આપને જણાવી દઇએ કે, આ કૌભાંડને લઇને તપાસનો ધમધમાટ તો શરૂ થયો છે પરંતુ સુનિલ નાયરની માત્ર બદલી કરીને મનાયો સંતોષ? ખંડણીખોર અધિકારીઓને કેમ બચાવવાનો થઈ રહ્યો છે પ્રયાસ? CID ક્રાઇમની તપાસને લઇને સમાજને મુશ્કેલીથી વિશ્વાસ બેઠો છે? CID ક્રાઇમ પ્રત્યે જનતાનો વિશ્વાસ નહી તૂટે? નાયરની ધરપકડ નહી થાય તો CIDની તપાસ પર સવાલ ઉઠી શકે છે?

મહત્વનું છે કે, સુરતમાં બિટકોઇન કૌભાંડ થયો હતો. જેમાં શૈલેશ ભટ્ટ પાસેથી કરોડોના બિટકોઇન પડાવવામાં આવ્યા હતા. ત્યારે આ મામલે કેટલાક અધિકારીઓને સસ્પેન્ડ કરાયા છે તો કોઇની ધરપકડ થવાની શક્યતાઓ છે.

You might also like