શીખ રમખાણોમાં જગદીશ ટાઇટલરની ભુમિકાની ફરી તપાસ કરશે સીબીઆઇ

નવી દિલ્હી : સીબીઆઇ 1984નાં શીખ તોફાનો સમયે કોંગ્રેસી નેતા જગદીશ ટાઇલરની ભુમિકાની ફરીથી તપાસ કરવા માંગે છે.જેનાં માટે સીબીઆઇએ તેનાં માટે દિલ્હી કોર્ટમાં અરજી દાખલ કરી છે. સીબીઆઇએ ટાઇલરને ક્લિનચીટ આપી હતી. દિલ્હીની એક કોર્ટે તેની વિરુદ્ધ કેસ બંધ કરવા માટેનો ક્લોઝર રિપોર્ટ ફાઇલ કર્યો હતો. કોર્ટની તરફથીઆ મુદ્દે મંગળવારે સુનવણી થઇ હતી. અગાઉ 30 ઓક્ટોબરનાં રોજ થયેલી સુનવણીમાં કોર્ટે સીબીઆઇનાં ક્લોઝર રિપોર્ટ પર પોતાનો ચુકાદો અનામત્ત રાખ્યો હતો.
તોફાન પીડિતો દ્વારા કોર્ટમાં અરજી દાખલ કરીને સીબીઆઇ દ્વારા ટાઇલરને 3 વખત ક્લિનચીટ આપવા મુદ્દે વિરોધ વ્યક્ત કર્યો હતો. સીબીઆઇએ ટાઇલરની વિરુદ્ધ યોગ્ય પુરાવા નહી હોવાનાં કારણે તેને ક્લિન ચીટ આપી હતી. ત્યારે બીજી તરફ પીડિતોનું કહેવું હતું કે ટાઇલરે સાક્ષીઓનાં બયાન ફેરવાવ્યા છે, માટે ક્લોઝર રિપોર્ટ મંજુર કરવામાં આવે નહી.
સીબીઆઇએ અકાલી દળની એપ્લીકેશન અંગે દિલ્હીની કોર્ટમાં જવાબ આપ્યો કે તેઓ ટાઇલરની વિરુદ્ધ ચાલી રહેલા કેસની ફરીથી તપાસ કરવા માંગે છે.

You might also like