અંતરિક્ષ દેવાસ ડિલ મુદ્દે ઇસરોનાં પુર્વ અધ્યક્ષ વિરુદ્ધ ચાર્જશીટ

નવી દિલ્હી : અંતરિક્ષ – દેવાસ ડીલમાં કેન્દ્રીય તપાસ પંચ (સીબીઆઇ) દ્વારા ગુરૂવારે આરોપ પત્ર દાખલ કરવામાં આવ્યો હતો. સીબીઆઇએ પોતાનાં આરોપ પત્રમાં ઇસરોનાં પુર્વ ચેરમેન જી.માધવન નાયર અને અન્ય કેટલાક વરિષ્ઠ અધિકારીઓનાં નામનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે. અગાઉ સીબીઆઇ દ્વારા અંતરિક્ષ – દેવાસ ડીલ કેસમાં દાખલ થયેલા નામોમાં તત્કાલીન અંતરિક્ષનાં કાર્યકારી નિર્દેશક કે.આર શ્રીધરમુર્તિ, ફોર્જ એડવાઇઝર એમ.જી ચંદ્રશેખર અને આર.વિશ્વનાથન, દેવાસ મલ્ટીમીડિયા પ્રાઇવેટ લિમિટેડ અને અંતરિક્ષનાં કેટલાક અધિકારીઓ, ઇસરો અને સ્પેસ વિભાગની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

અંતરિક્ષ- દેવાસ ડીલનાં કારણે જ જી.માધવન નાયરે ઇસરોનું ચેરમેન પદ ગુમાવવું પડ્યું હતું. જે સમયે આ ડીલ થઇ હતી તે સમયે નાયર અંતરિક્ષ ગવર્નિંગ કાઉન્સિલનાં પણ ચેરમેન હતા. અંટ્રિક્સ ઇસરોની વ્યાવસાયિક એકમ છે અને દેવાસ એક ખાનગી કંપની છે. આ બંન્ને વચ્ચે વર્ષ 2005માં એક ડીલ થઇ હતી. આ ડીલ હેઠળ દુર્લભ એસ બેન્ડની ફ્રિકવન્સીનો કેટલોક હિસ્સો એન્ટ્રિક્સે દેવાસને ફાળવવાનો હતો. જેનો ઉપયોગ કરી તે મલ્ટી મીડિયા ડિઝીટલ સર્વિસ આપી શકતું હતું. આરોપ છે કે કરાર માટે કરાયેલી પ્રક્રિયામાં કેટલીક ખામીઓ હતી અને તેમાં પારદર્શિતા નહોતી વર્તવામાં આવી.

You might also like