ટેલીફોન એક્સચેન્જ મુદ્દે મારન બંધુઓ વિરુદ્ધ આરોપ પત્ર દાખલ

ચેન્નાઇ : પુર્વ કેન્દ્રીય મંત્રી દયાનિધિ મારન અને તેને ભાઇ કલાનિધિ મારન વચ્ચે બિનકાયદેસર ટેલિફોન એક્સચેન્જ કોલ મુદ્દે કેન્દ્રીય તપાસ પંચ (સીબીઆઇ)એ ખાસ કોર્ટમાં શુક્રવારે આરોપ પત્ર દાખલ કર્યો હતો.

પુર્વ સંચાર અને સુચના મંત્રી દયાનિધિ અને તેના ભાઇ કલાનિધિ વિરુદ્ધ તેના ઘરેથી એક ખાનગી ચેનલ દ્વારા હાઇસ્પીડ ડેટા લાઇનના ઉપયોગ કરીને સરકારી ખજાનાને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડવાનો આરોપ હતો. જે અંગે સીબીઆઇએ તેની વિરુદ્ધ ભ્રષ્ટાચાર કાયદા 1998 હેઠળ 120 બી, 409સ467 અને 471 હેઠળ આરોપ પત્ર દાખલ કર્યું હતું.

સીબીઆઇ અનુસાર ભારતીય દંડ સંહિતાની અલગ અલગ કલમ અને ભ્રષ્ટાચાર નિરોધક કાયદાના પ્રવધાનો હેઠળ ચેન્નાઇની એક ખાસ કોર્ટમાં આરોપ પત્ર દાખલ કરવામાં આવ્યો હતો. તપાસ એજન્સીએ આરોપ પત્રમાં કહ્યું કે દયાનિધીને કુલ 764 ટેલિફોન નંબર આપવામાં આવ્યા હતા. જેના માટે કોઇ બિલ બનાવાયું નહોતું. જેના કારણે બીએસએનએલ અને એમટીએનએલને 1,78,71,393 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.

You might also like