વ્યાપમ કૌભાંડ: સીબીઆઇએ 6 લોકો વિરૂદ્ધ દાખલ કરી 2 ચાર્જશીટ

નવી દિલ્હી: સીબીઆઇએ બે વચોટિયા અને એક ઉમેદવાર સહિત પાંચ લોકો વિરૂદ્ધ વ્યાપમ કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે. આ પાંચેય વિરૂદ્ધ આઇપીસીની કલમ 120બી, 419, 420, 467, 468, 471 અને ‘એમપી રેકગ્નાઇઝ્ડ એક્ઝામિનેશન એક્ટ 1937’ના હેઠળ ગુનામાં વ્યાપમ કેસના સ્પેશિયલ જજે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.

આ પાંચમાં બે બહુરૂપિયા વિરૂદ્ધ પણ ચાર્જશીટ દાખલ થઇ છે, જે ઉત્તર પ્રદેશના બરેલી અને ચંદોલીના રહેવાસી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ બંને વેષ બદલીને 2010માં પીએમટીની લેખિત પરીક્ષામાં ઉમેદવાર તરીકે સામેલ થયા હતા. આ પરીક્ષા જૂન 2010ના રોજ ગુનામાં યોજાઇ હતી, જેમાં વચોટિયાએ તેમની મદદ કરી હતી. આ બંનેને જામીન મળતાં ફરાર થઇ ગયા હતા. સીબીઆઇએ તપાસ દરમિયાન તેમને પકડવાનો ભરપૂર પ્રયત્ન કર્યો હતો. આ મામલે એક ગાયબ ઉમેદવાર વિરૂદ્ધ સીઆરપીસીની કલમ 173(8) હેઠળ તપાસ ચાલુ છે.

ગ્વાલિયર કોર્ટમાં પણ એક ચાર્જશીટ દાખલ
વ્યાપમ સાથે સંકળાયેલા બીજા કેસમાં ગ્વાલિયરના ACJM કોર્ટમાં એક ઉમેદવાર વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છી. આ કેસ 2009ની પીએમટી પરીક્ષામાં ગરબડીનો છે. આ કેસ ગ્વાલિયરના ઝાંસી રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. પછી આ કેસને સીબીઆઇએ પોતાના હાથમાં લીધો હતો.

You might also like