અગસ્ટા વેસ્ટલેંડ અને વિજય માલ્યાના કેસની તપાસ કરશે CBIની SIT

નવી દિલ્હી: સીબીઆઇએ અગસ્ટા વેસ્ટલેંડ વીવીઆઇપી ચોપર ડીલ અને વિજય માલ્યાના કેસની ઝડપથી તપાસ માટે એસઆઇટીની રચના કરવામાં આવી છે. આ તપાસ ટીમ તેની સાથે બીજા અન્ય મહત્વપૂર્ણ મામલાઓની પણ તપાસ કરશે. એસઆઇટીનું નેતૃત્વ ગુજરાતના આઇપીએસ અધિકારી રાકેશ અસ્થાના કરશે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં સીબીઆઇ ઇટલીની તપાસ એજન્સી પાસેથી મળેલા મહત્વપૂર્ણ દસ્તાવેજોના આધારે હેલિકોપ્ટર સોદામાં લાંચના આરોપોની પ્રાથમિક તપાસ માટે કેસ દાખલ કર્યો હતો. જો કે પૂરતા પૂરાવા મળ્યા બાદ આ મામલે કેસ દાખલ કરવામાં આવશે.

આ ઉપરાંત સીબીઆઇ 8000 કરોડ રૂપિયાથી વધુની લોન ન ચૂકવવાના મામલે દારૂના બિઝનેસમેન વિજય માલ્યા વિરૂદ્ધ પણ ઘણી ફરિયાદો દાખલ કરી શકે છે. એજન્સીના સૂત્રોનું કહેવું છે કે માલ્યાની વિરૂદ્ધ IDBI બેંકમાંથી લેવામાં આવેલી 900 કરોડ રૂપિયાની લોનના મુદ્દે એક કેસ દાખલ થઇ ચૂક્યો છે.

You might also like