અગસ્તા વેસ્ટલેન્ડ મુદ્દે CBI દ્વારા પૂર્વ વાયુસેનાધ્યક્ષની ધરપકડ

નવી દિલ્હી : અગસ્તા વેસ્ટલેન્ડ કેસમાં સીબીઆઇએ પૂર્વ એર ચીફ માર્શલ એસ.પી ત્યાગી સહિત 3 આરોપીઓને શુક્રવારે ધરપકડ કરી લીધી છે. ત્યાગીના ભાઇ જુલી, બિઝનેસમેન ગૌતમ ખેતાનની પણ સીબીઆઇએ ધરપકડ કરી છે. મે મહિનામાં સીબીઆઇએ વીઆઇપી હેલિકોપ્ટર ગોટાળા અંગે પુર્વ વાયુસેના પ્રમુખ એસપી ત્યાગીની વારંવાર પુછપરછ કરી હતી.

સીબીઆઇએ ત્યાગીના દલાલો સાથે સંબંધો, તેની ઇટાલી મુલાકાત, હેલિકોપ્ટરના શરતોમાં ફેરફાર અને તેના પિતરાઇ સાથે સંબંધોના મુદ્દે સવાલ પુછ્યા હતા. પુછપરછમાં ત્યાગીએ સ્વીકાર્યું હતું કે તેમણે અગસ્તા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર બનાવનારી કંપની ફિનમેક્કૈનિકાનાં વરિષ્ઠ અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી.

જો કે આ મુલાકાત ત્યારે થઇ હતી જ્યારે સોદાની વાતચીત ચાલી રહી હતી. તેમણે જણાવ્યું હતું કે તે 15 ફેબ્રુઆરી, 2005એ ફિનમેક્કૈનિકાનાં સીઓઓ જ્યોર્જિયા જાપાને દિલ્હીમાં મળ્યા હતા. જો કે હાલ સીબીઆઇ દ્વારા પુર્વ એર ચીફ માર્શલથી ધરપકડ થી ચકચાર મચી જવા પામી છે.

You might also like