ગુડિયા કેસમાં IG અને DSP સહિત 8 પોલીસ અધિકારીઓની ધરપકડ

નવી દિલ્હી : હિમાચલનાં કોટખાઇમાં ગુડિયા ગેંગરેપ – મર્ડર કેસમાં સીબીઆઇએ મોટી કાર્યવાહી કરી છે. સીબીઆઇએ આ મુદ્દે શરૂઆતી તપાસ કરનાર એસઆઇટીનાં ચીફ આઇજી જહૂર જૈદી સહિત આઠ અધિકારીઓની ધરપકડ કરી છે. આ તમામ પર પુરાવાની છેડછાડ સીબીઆઇએ આ કાર્યવાહીથી પોલીસ વિભાગમાં હડકંપ મચી ગયો છે. ધરપકડ કરાયેલા લોકો પર ગુડીયા ગેંગરેપ મર્ડર કેસમાં અસલી આરોપીઓને બચાવવાનો આરોપ છે.

સીબીઆઇ સુત્રોએ જણાવ્યું કે પોલીસ એસઆઇટીએ આ મુદ્દે ખોટા લોકોની ધરપકડ કરી હતી. આઇજી જહૂર જૈદીની સાથે સાથે ડીસીપી મનો કુમારની પણ ધરપકડ કરવામાં આવી છે. હાલ સીબીઆઇ અધિકારી જલ્દી આરોપીઓની પુછપરછ કરી શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષે 4 જુલાઇ શિમલા ખાતે કોટખાઇમાં એક વિદ્યાર્થી સ્કુલથી પરત ફરતા સમયે ગુમ થઇ ગઇ હતી. ગુમ થયાનાં બે દિવસ બાદ 6 જુલાઇએ કોટખાઇનાં જંગલોમાંથી યુવતીની નિર્વસ્ત્ર હાલતમાં લાશ મળી હતી. વિદ્યાર્થીની ગેંગરેપ બાદ ક્રુરતા પુર્વક હત્યા કરવામાં આવી હતી. શરૂઆતમાં કેસની તપાસ કરી રહેલ એસઆઇટીએ આ મુદ્દે 6 લોકોની ધરપકડ કરી હતી.

You might also like