કાવેરી જળ વિવાદ વકર્યો : કર્ણાટક કેરળ બંધ પરિસ્થિતી તંગ

બેંગ્લોર : કાવેરી જળ વિવાદનાં કારણે ફરીથી કેરળ અને કર્ણાટકમાં વિરોધ પ્રદર્શનો ચાલુ થઇ ચુક્યા છે. ચીનનાં કટોરા કહેવાતા કાવેરી બેસિનનાં મન્ડયા ઉપરાંત મૈસુર અને બેંગ્લોરમાં પણ કેટલાગ સંગઠનોએ પ્રદર્શન કર્યું હતું. સુપ્રીમ કોર્ટે તમિલનાડુ માટે પાણી છોડવાનાં આદેશ વિરુદ્ધ કાવેરી હિત રક્ષણા સમિતીએ મંગળવારે મન્ડયા બંધનું આહ્વાન કર્યું હતું.

પુર્વ સાંસદ અને સમિતીનાં અધ્યક્ષ જી.માદેગૌડાની અઅધ્યક્ષતામાં સોમવારે સાંજે થયેલી ખેડૂત રેલી દરમિયાન બંધનાં આહ્વાનનો નિર્ણય લીધો હતો. રાજનીતિક દળોએ પણ બંધને સમર્થન આપ્યું હતું. ગત્ત બે દશકથી કાવેરા આંદોલનનું નેતૃત્વ કરી રહેલ માદેગૌડાએ મન્ડ્યામાં પત્રકારો સાથેની ચર્ચામાં જણાવ્યું કે અમે સરકારને પાણી નહી છોડવા માટેની માંગ કરીને બંધ આહ્વાહીત કરી છે. તેમણે કહ્યું કે રાજ્ય સરકારે સુપ્રીમમાં પાણી છોડવા મુદ્દે ચુકાદા પર પુનર્વિચાર કરવા અંગે અરજી કરવી જોઇએ.સરકારને કેન્દ્ર સરકાર પર દબાણ બનાવવા માટે રાજ્યનાં સાંસદોની મદદ માંગવી જોઇએ.

માદેગૌડાએ કહ્યું કે સમિતીનાં ખેડૂતોએ પાણી છોડવાનાં નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરશે. માદેગૌડાએ સમિતીની બેઠક દરમિયાન જ સિંચાઇ મંત્રી એમ.બી પાટીલ સાથે ફોન પર ચર્ચા કરી અને તેમને સુપ્રીમનાં આદેશ અનુસાર પાણી નહી છોડવા માટે તથા ખેડૂતોનાં હિતની રક્ષા કરવા માટેની અપીલ કરી હતી.

You might also like