આનંદો..!આનંદો..! AMTSનાં ભાડાંમાં વધારાની શક્યતા નથી

અમદાવાદ: લોકસભાની ચૂંટણી આડે હવે ગણતરીના મહિના બાકી હોવાથી આગામી નાણાકીય વર્ષ ર૦૧૯-ર૦ દરમ્યાન એએમટીએસના પેસેન્જર્સ માટે હાલના ભાડાના દર યથાવત્ રહેશે. આજે તંત્ર દ્વારા ટ્રાન્સપોર્ટ કમિટી સમક્ષ આગામી નાણાકીય વર્ષનું ડ્રાફટ બજેટ મુકાનાર હોઇ…

જયંતી ભાનુશાળીના હત્યારા ટૂંકમાં ઝડપાય તેવી શક્યતા

અમદાવાદ: રાજ્યભરમાં ચકચાર મચાવી દેનાર ભાજપના નેતા જયંતી ભાનુશાળીની હત્યા કેસમાં સીટને સફળતા મળે તેવી શક્યતાઓ છે. જયંતી ભાનુશાળી પર ફાય‌િરંગ કરનાર શૂટરોને સ્પેશિયલ ઇન્વસ્ટિગેશન ટીમે ઓળખી કાઢ્યા છે. એકાદ-બે દિવસમાં સીટ જયંતી ભાનુશાળીની…

આજે રામલીલા મેદાન પર ભાજપ દ્વારા મિશન-2019નો સત્તાવાર આરંભ

નવી દિલ્હી: આજથી નવી દિલ્હીમાં રામલીલા મેદાન ખાતે બપોરે ૩-૦૦ વાગ્યે ભાજપ દ્વારા મિશન-ર૦૧૯નો સત્તાવાર આરંભ કરવામાં આવશે. આજે રામલીલા મેદાનમાં ભાજપના બે દિવસીય રાષ્ટ્રીય મહાઅધિવેશનનો પ્રારંભ થશે. આજે અને આવતી કાલે આ સંમેલનમાં દેશભરમાંથી…

અખિલેશ અને માયાવતીની કાલે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સઃ ગઠબંધનની સત્તાવાર જાહેરાત થશે

લખનૌઃ લોકસભા ચૂંટણી-ર૦૧૯માં ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી (સપા) અને બહુજન સમાજ પાર્ટી (બસપા)ના ગઠબંધન અને બેઠક વહેંચણીની આવતી કાલે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. સપાના વડા અખિલેશ યાદવ અને બસપાના સુપ્રીમો માયાવતી આવતી કાલે લખનૌમાં પ્રથમ…

રાહુલ…રાહુલના નારાથી દુબઈ એરપોર્ટ ગુંજી ઊઠ્યુંઃ બે દિવસના પ્રવાસે પહોંચ્યા

દુબઇઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દુબઇ અને અબુધાબીના બે દિવસના પ્રવાસે અત્રે પહોંચ્યા ત્યારે એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત થયું હતું. દુબઇમાં પણ રાહુલ રાહુલના નારા ગુંજી ઊઠ્યા હતા. લોકોમાં રાહુલ ગાંધીના પ્રવાસને લઇને ભારે ઉત્સાહ જોવા મળ્યો…

મેં CBIની આબરૂ બચાવવાની કોશિશ કરી, ખોટા આરોપોના આધારે મને હટાવ્યો: આલોક વર્મા

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટના ચુકાદાના માત્ર બે દિવસ બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી હાઈપાવર સિલેક્શન કમિટી દ્વારા કરવામાં આવેલી હકાલપટ્ટીના મુદ્દે આલોક વર્માએ પોતાનું મૌન તોડ્યું છે. સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ)ના…

૧૬ વર્ષ પહેલાના પત્રકાર રામચંદ્ર છત્રપતિ હત્યા કેસમાં ગુરમીત રામરહિમ પર આજે ચુકાદો

ચંદીગઢ: સિરસાના પત્રકાર રામચંદ્ર છત્રપતિની હત્યાના કેસમાં પંચકુલાની સ્પેશિયલ સીબીઆઈ કોર્ટ આજે ચુકાદો જાહેર કરે તેવી શક્યતા છે. આ કેસમાં ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામરહિમ સિંહ આરોપી છે. 2 જાન્યુઆરીએ સીબીઆઈ કોર્ટે 16 વર્ષ પહેલાના આ…