અમદાવાદ: મ્યુનિ. કોર્પોરેશનના ચૂંટણીલક્ષી બજેટની તડામાર તૈયારીઓ શરૂ

અમદાવાદ: મ્યુુનિસિપલ કોર્પોરેશનના વહીવટી સત્તાવાળાઓએ ચાલુ વર્ષ ર૦૧૮-૧૯નું રૂ.૬પ૦૦ કરોડનું ડ્રાફટ બજેટ તૈયાર કર્યું હતું. હવે આગામી તા.૧ એપ્રિલ, ર૦૧૯થી શરૂ થતા આગામી નાણાકીય વર્ષ ર૦૧૯-ર૦ના ડ્રાફટ બજેટ માટે તંત્રમાં બેઠકોનો દોર આરંભાયો છે. આ…

આગામી સપ્તાહમાં હડતાળથી પોસ્ટ ઓફિસનાં કામકાજ થઈ જશે ઠપ

અમદાવાદ: શહેર અને જિલ્લાની પોસ્ટ ઓફિસોના હજારથી વધુ ગ્રામીણ ડાક સેવકના કર્મીઓએ ૧૮ ડિસેમ્બરે જાહેર કરાયેલી હડતાળમાં જોડાવાનું એલાન કરતાં શહેરમાં અને જિલ્લાની પોસ્ટ વિભાગનું કામ ઠપ થઇ જવાની શક્યતા છે. ભારતભરમાં પોસ્ટ વિભાગના કર્મીઓના…

ચૂંટણી પરિણામો પહેલાં દિલ્હીમાં વિપક્ષો દ્વારા ‘મહાગઠબંધન’નું રણશિંગું

નવી દિલ્હી: પાંચ રાજ્યમાં વિધાનસભા ચૂંટણીનાં પરિણામો આવતી કાલે મંગળવારે જાહેર થવાનાં છે ત્યારે વિપક્ષી દળોએ અત્યારથી જ ર૦૧૯ની લોકસભા ચૂંટણીની પૂર્વતૈયારીના ભાગરૂપે આજે દિલ્હીમાં ‘મહાગઠબંધન’નું રણશિંગું ફૂંકી દીધું છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ,…

ચૂંટણી સમયે ‘હિન્દુ હિતેચ્છુ’ બનતા શાસકોના બેવડા ચહેરા

અમદાવાદ: ગઈ કાલે અમરાઈવાડી વિસ્તારમાં રામમંદિર નિર્માણ મુદ્દે યોજાયેલી વિશ્વ હિન્દુ પરિષદની ધર્મસભામાં મ્યુનિસિપલ ભાજપના ધારાસભ્ય અને કોર્પોરેટર કક્ષાના કેટલાક જનપ્રતિનિધિઓ પણ ઉત્સાહભેર જોડાયા હતા. કેટલાક ધારાસભ્યોએ તો ધર્મસભાના…

RTOના લાઈસન્સ વિભાગમાં સર્વરનાં ધાંધિયાંઃ લોકો પરેશાન

અમદાવાદ: રાજ્ય સરકારના કોઈ પણ પ્રકારના પરિપત્ર કે જાહેરાત વગર આરટીઓ વિભાગે ઓનલાઇન પેમેન્ટ ફરજિયાત કરી દેતાં વાહન લાઇસન્સ માટે અરજદારોને વધુ ખર્ચ ભોગવવો પડે છે. લાઇસન્સ માટે ઈ-પેમેન્ટ ના થાય તેવા કિસ્સામાં અરજદારને એરર દૂર કરવા માટે આરટીઓમાં…

મેટ્રો રેલથી ઊબડખાબડ રસ્તા હવે રિપેર થશેઃ મ્યુનિ. તંત્ર તૈયાર

અમદાવાદ: શહેરમાં ચાલુ વર્ષે રૂ.૩પ૦ કરોડના રોડ રિસરફેસીંગના કામ મંજૂર થયા હોવા છતાં આજે પણ આ કામોએ ગતિ પકડી નથી. ખુદ શહેરના શાસકો પાસે રોડ રિસરફેસીંગના કામોની વિસ્તૃત માહિતી નથી. જોકે આગામી મે-ર૦૧૯ સુધીમાં આ કામો પૂર્ણ કરાશે તેવું શાસક પક્ષ…

CM કેપ્ટન અમરિંદરે કહ્યુંઃ ISIનો ગેમ પ્લાન છે કરતારપુર કોરિડોર

ચંડીગઢ: પંજાબ સરકારના પ્રધાન નવજોતસિંહ સિદ્ધુ ભલે પાકિસ્તાન તરફથી કરતારપુર કોરિડોરની પહેલની પ્રશંસા કરી ચૂક્યા હોય, પરંતુ પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદરસિંહે તેને આઈએસઆઈનો ગેમ પ્લાન ગણાવ્યો છે. કેપ્ટન અમરિંદરસિંહે જણાવ્યું કે કરતારપુર…

મિશેલ બાદ હવે વિજય માલ્યાઃ આજે તેના પ્રત્યર્પણ પર ચુકાદો આવવાની શક્યતા

નવી દિલ્હી: અગસ્તા વેસ્ટલેન્ડ વીવીઆઇપી હેલિકોપ્ટર ડીલના વચેટિયા ક્રિશ્ચિયન મિશેલને ભારત લાવવામાં સફળ રહેલ મોદી સરકાર હવે ભાગેડુ શરાબના વેપારી વિજય માલ્યાને ભારત લાવવાની કોશિશ કરી રહી છે. સીબીઆઇના જોઇન્ટ ડાયરેકટર એસ.સાંઇ મનોહરની…

શશી થરુરે પ્રધાન રવિશંકર પ્રસાદ વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો

નવી દિલ્હી: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન શશી થરુર અને કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદ વચ્ચેનો ટકરાવ વધુ ઉગ્ર બનતો જાય છે. કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદના નિવેદનથી નારાજ શશી થરુરે તિરુવનંતપુરમ કોર્ટના દરવાજા ખટખટાવ્યા…

મધ્યપ્રદેશ: મતગણતરીનું વેબકાસ્ટિંગ નહીં થાય, CCTV કેમેરાથી નજર રખાશે

ભોપાલ: પાંચ રાજ્યની વિધાનસભા ચૂંટણીના પરિણામો આવતી કાલે મંગળવારે જાહેર થવાના છે ત્યારે મતગણતરી વખતે વેબકાસ્ટિંગ કરવામાં નહીં આવે. આ ઉપરાંત મતગણતરી કેન્દ્રો પર વાઈ-ફાઈ નેટવર્કનો ઉપયોગ પણ નહીં કરાય. ચૂંટણીપંચે કોંગ્રેસે વાંધો ઉઠાવ્યા બાદ…