Browsing Category

Top Stories

પારિકરના નિધનથી સમગ્ર દેશ શોકમાં: રાજકીય સન્માન સાથે આજે સાંજે અંતિમ વિદાય

ગોવાના મુખ્યપ્રધાન અને દેશના પૂર્વ સંરક્ષણ પ્રધાન મનોહર પારિકરનું ગઈ કાલે રવિવારે ૬૩ વર્ષની વયે નિધન થયું. તેમને એડ્વાન્સ્ડ પેન્ક્રિયાટિક કેન્સરની બીમારી હતી. આ બીમારીની જાણ ગત વર્ષના ફેબ્રુઆરીમાં થઈ હતી. ગોવા, મુંબઈ, દિલ્હી અને ન્યૂયોર્કની…

પ્રયાગરાજથી વારાણસીની બોટયાત્રા દ્વારા યુપીમાં પ્રિયંકાનું પ્રચાર અભિયાન શરૂ

(એજન્સી) પ્રયાગરાજ: કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડરાએ આજે ઉત્તર પ્રદેશમાં લોકસભાની ચૂંટણી માટે પ્રચાર અભિયાન શરૂ કરી દીધું છે. પ્રિયંકા ગાંધીએ પ્રયાગરાજથી ચૂંટણી અભિયાનનું રણશિંગું ફૂંકયું હતું. પ્રચાર અભિયાન શરૂ કરતાં પહેલાં…

આઝમગઢમાં ફટાકડાની દુકાનમાં આગ લાગતાં સાતનાં મોતઃ ૧૮ ગંભીર રીતે દાઝ્યા

(એજન્સી) આઝમગઢ: ઉત્તર પ્રદેશના આઝમગઢ શહેરના મૂકેરીગંજ મહોલ્લા સ્થિત ફટાકડાની દુકાનમાં રવિવારે રાત્રે એકાએક આગ લાગતાં એક મહિલા સહિત સાતનાં મોત થયાં હતાં અને ૧૮ લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. મકાનની છત પર કાટમાળ હટાવવાની કામગીરી ચાલુ છે અને…

આજે ભાજપની પ્રથમ તબક્કાની યાદી જાહેર નહીં થાય

નવી દિલ્હી: ગોવાના મુખ્યપ્રધાન મનોહર પારિકરના નિધનના કારણે આજે યોજાનારી ભારતીય જનતા પાર્ટીની ચૂંટણી સમિતિની બેઠક મુલતવી રહી છે. આજે ભાજપનું પ્રથમ તબક્કાનું લિસ્ટ જાહેર થવાનું હતું, પરંતુ તે આજે જાહેર થઇ શકે તેવી શક્યતા નથી.  ઉલ્લેખનીય છે કે…

ભ્રષ્ટાચાર-ગંદકી સામે લડનાર દરેક વ્યક્તિ ચોકીદારઃ PM મોદી

(એજન્સી) નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાહુુલ ગાંધીના ‘ચોકીદાર ચોર હૈ’ના આરોપનો જવાબ આપ્યો છે. તેમણે ટ્વિટ કરીને જણાવ્યું છે કે, ‘આપનો ચોકીદાર મજબૂતી સાથે અડીખમ ઊભો છે અને દેશની સેવામાં કાર્યરત છે, પરંતુ હું એકલો નથી. એવી દરેક…

આજે ભાજપ લોકસભા માટે 150 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરશે

(એજન્સી) નવી દિલ્હી: ભાજપ આજે લોકસભાની ચૂંટણી માટે ૧પ૦ ઉમેદવારનાં નામની જાહેરાત કરી શકે છે. અહેવાલો અનુસાર અાજે દિલ્હી સ્થિત ભાજપના વડામથક પર પક્ષની ચૂંટણી સમિતિની પ્રથમ બેઠક યોજાનાર છે અને આ બેઠક બાદ ૧પ૦ ઉમેદવારોના નામ જાહેર થઇ શકે છે.…

ન્યૂઝીલેન્ડ દુનિયાનો બીજો સૌથી શાંત દેશ પણ અહીં દર ચોથી વ્યક્તિ પાસે બંદૂક

(એજન્સી) વેલિંગ્ટન: ન્યૂઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચ શહેરની અલ-નૂર અને લિનવૂડ મસ્જિદમાં શુક્રવારે ગોળીબારી થઈ હતી. આ હુમલામાં ૪૯ લોકોનાં મોત થયાં છે. ર૯ વર્ષમાં ન્યૂઝીલેન્ડમાં આ પહેલી વખત માસ શૂટિંગની ચોંકાવનારી ઘટના બની છે. ગ્લોબલ પીસ ઈન્ડેક્સ…

રિસર્ચ શિપ ‘સાગર સંપદા’ની આગ પર બે જહાજોએ કાબૂ મેળવ્યો

(એજન્સી) કર્ણાટક: કર્ણાટકના મંગલુરુ તટ પર ઊભેલા જહાજ સાગર સંપદામાં કાલે રાત્રે ભયંકર આગ લાગી હતી. દુર્ઘટના સમયે જહાજ પર ૩૦ સભ્યના ચાલકદળ ઉપરાંત ૧૬ વિજ્ઞાનીઓ પર સવાર હતા. આગની સૂચના મળતાં જ ભારતીય દરિયાઈ સુરક્ષાદળનાં બે જહાજ તાત્કાલિક…

ક્રાઈસ્ટચર્ચ મસ્જિદ એટેકનો આરોપી બ્રેન્ટન પાંચ એપ્રિલ સુધી જેલભેગો

(એજન્સી) ક્રાઈસ્ટચર્ચ: ન્યૂઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચ મસ્જિદ હુમલાના આરોપી બ્રેન્ટન ટેરેન્ટને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. તેની કોઈ દલીલ સાંભળ્યા વગર જ તેને પ એપ્રિલ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો છે.  ઉલ્લેખનીય છે કે મૂળ…

ન્યૂઝીલેન્ડની બે મસ્જિદમાં ફાયરિંગ, અનેકનાં મોત: બાંગ્લાદેશના ક્રિકેટરો માંડ માંડ બચ્યા

(એજન્સી) વેલિંગ્ટન: ન્યૂઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચમાં આવેલી અલ-નૂર અને અન્ય એક મસ્જિદમાં આજે ફાયરિંગ થતાં ચકચાર મચી ગઈ છે. આ હુમલો આજે શુક્રવારે જુમ્માની બપોરની નમાજ બાદ કરવામાં આવ્યો હતો. સ્થાનિક મીડિયા અને પોલીસતંત્ર દ્વારા ર૫થી વધુ લોકોનાં…