Browsing Category

Top Stories

મુઝફફરપુરની હોટલમાંથી છ EVM અને VVPAT મળી આવતાં હડકંપ

મુઝફફરપુરઃ બિહારના મુઝફફરપુરમાં એક હોટલમાંથી છ ઇવીએમ અને બે વીવીપેટ મશીન મળતાં હડકંપ મચી ગયો છે. મુઝફફરપુરમાં ગઇ કાલે મતદાન થયું હતું અને વોટિંગ દરમિયાન જ શહેરના છોટી કલ્યાણી વિસ્તારની એક હોટલમાં ઇવીએમ અને વીવીએટ મળી આવ્યાં હતાં. હોટલમાંથી…

ભારતની સુરક્ષા થશે વધુ મજબૂત, 22 મેએ લોન્ચ કરાશે રડાર ઈમેજિંગ સેટેલાઈટ

નવી દિલ્હીઃ ઈસરો ૨૨ મેનાં રોજ શ્રીહરિકોટાથી રડાર ઈમેજિંગ સેટેલાઈટ લોન્ચ કરશે, તેનાથી ભારતની સુરક્ષા વધુ મજબૂત થશે. આ સેટેલાઈટ અંતરિક્ષમાં ભારત માટે એક આંખની જેમ કામ કરશે, તેનાથી ભારતીય સુરક્ષાદળોને બોર્ડર પર નજર રાખવામાં મદદ મળશે.…

ચૂંટણીપંચ દ્વારા PM મોદીને વધુ બે ફરિયાદમાં ક્લીનચિટ, કુલ આઠ મામલે રાહત

નવી દિલ્હીઃ ચૂંટણીપંચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને વધુ બે ફરિયાદોમાં ક્લીનચિટ આપી દીધી છે. સૂત્રોનાં જણાવ્યા અનુસાર, ચૂંટણીપંચ તપાસ બાદ એ નિષ્કર્ષ પર પહોંચ્યું હતું કે, મોદીએ આદર્શ આચારસંહિતા અને ચૂંટણીના કાયદાનું કોઈ પ્રકારે ઉલ્લંઘન કર્યું…

પાંચમા તબક્કાની 51 બેઠક પર મતદાન: પુલવામામાં પોલિંગ બૂથ પર ગ્રેનેડથી એટેક

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીનાં પાંચમા તબક્કામાં આજે સવારના ૭.૦૦ વાગ્યાથી સાત રાજ્યની પ૧ બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. આજના આ પાંચમા તબક્કામાં ઉત્તરપ્રદેશની ૧૪, રાજસ્થાનની ૧ર, પશ્ચિમ બંગાળ અને મધ્યપ્રદેશની સાત-સાત બેઠકો પર મતદાન જારી છે. આ…

ઓડિશાનાં ફેની પ્રભાવિત વિસ્તારોનું PM મોદીએ કર્યુ હવાઇ નિરીક્ષણ, સમગ્ર સ્થિતિની કરી સમીક્ષા

ભુવનેશ્વરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચક્રવાતી તોફાન ફેનીથી પ્રભાવિત ઓડિશાની સ્થિતિની સમીક્ષા કરવા ભુવનેશ્વર પહોંચી ગયા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના પ્રવાસ દરમિયાન ફેની પ્રભાવિત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કર્યું હતું અને વિવિધ…

મોસ્કો એરપોર્ટ પર ઈમર્જન્સી લેન્ડિંગ વખતે વિમાન બની ગયું આગનો ગોળો, 41નાં મોત

મોસ્કોઃ રશિયાની રાજધાની મોસ્કોથી આર્કટિક ક્ષેત્રમાં સ્થિત રશિયન શહેર મરમાંસ્ક જઈ રહેલું એક પેસેન્જર પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થતાં બે બાળકો સહિત ૪૧ લોકોનાં મોત થયાં છે. અહેવાલો અનુસાર રવિવારે થયેલી આ વિમાન દુર્ઘટનામાં જ્યારે રશિયાની એરોફ્લૉટ…

હવે પશ્ચિમ બંગાળ પર ત્રાટક્યું વિનાશક તોફાન ફેની: ભારે વરસાદ શરૂ, સાત જિલ્લામાં એલર્ટ

ઓડિશામાં ભારે તબાહી મચાવ્યા બાદ વિનાશક તોફાન આજે પશ્ચિમ બંગાળ પર ત્રાટક્યું છે. તોફાનના કારણે કોલકાતા સહિતનાં શહેરોમાં આંધી અને ભારે વરસાદ શરૂ થઈ ગયાં છે. સવારથી જ ભારે વરસાદ શરૂ થઈ જતાં કોલકાતા એરપોર્ટ પરથી ઊડનારી ફ્લાઈટો રદ કરવામાં આવી…

અડધાથી વધુ મતદાન થઈ ગયું છે અને મોદી ચૂંટણી હારી રહ્યા છેઃ રાહુલ ગાંધી

કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે દિલ્હી ખાતે એક પત્રકાર પરિષદ યોજી હતી અને જણાવ્યું હતું કે ૫૦ ટકા કરતાં વધુ મતદાન સંપન્ન થઈ ચૂક્યું છે અને હવે સ્પષ્ટ છે કે નરેન્દ્ર મોદી ચૂંટણી હારી રહ્યા છે. અમારું પ્રથમ લક્ષ્ય મોદીને હરાવવાનું છે. અમે…

ફલોરિડામાં રનવેથી લપસીને બોઈંગ વિમાન સીધું નદીમાં જઈને ખાબક્યું

અમેરિકાના ફલોરિડામાં ૧૪૦ પ્રવાસીને લઇ જઇ રહેલું બોઇંગ ૭૩૭ વિમાન રનવે પરથી લપસીને સીધું નદીમાં જઈને ખાબક્યું હતું. રિપોર્ટ મુજબ વિમાન નવલ એર સ્ટેશન જેકશનવિલેના રનવેેથી લપસ્યું હતું અને સીધું સેન્ટ જોન્સ નદીમાં આવીને પડયું. આ એક કોમર્શિયલ…

મુઝફ્ફરપુર શેલ્ટર હોમમાં 11 યુવતીઓની હત્યા થઈ હોવાની આશંકાઃ સીબીઆઈ

સીબીઆઈએ સુપ્રીમ કોર્ટ સમક્ષ એક સનસનીખેજ ઘટસ્ફોટ કરતા જણાવ્યું છે કે મુઝફ્ફરપુર શેલ્ટર હોમ યૌનશોષણ કાંડના મુખ્ય આરોપી બ્રજેશ ઠાકુર અને તેના સાગરીતોએ શેલ્ટર હોમની ૧૧ યુવતીઓ પર રેપ કરીને તેમની હત્યા કરી હતી અને એક સ્મશાન ગૃહ પરથી હાડકાંની…