Browsing Category

Top Stories

J&K: શ્રદ્ધાળુઓથી ભરેલ બસ નદીમાં ખાબકતાં એક બાળકી સહિત 13નાં મોત

જમ્મુ-કશ્મીરઃ કિશ્તવાડમાં મંગળવારનાં રોજ દર્દનાક દુર્ઘટના ઘટી છે. જેમાં કેટલાંય લોકોને આ દુર્ઘટનાએ શિકાર બનાવ્યાં. માતા મચેલનાં દર્શન કરવા જઇ રહેલ શ્રદ્ધાળુઓની બસ પાડર વિસ્તાર પાસે ચિનાબમાં પડી જતાં 13 લોકોનાં મોત થયાં છે. જો કે હજી પણ તપાસ…

અહેમદ પટેલને કોષાધ્યક્ષ અને વોરાને મહાસચિવની સોંપાઇ જવાબદારી

ન્યૂ દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પાર્ટી સંગઠનમાં મોટા ફેરફાર કરતા વરિષ્ઠ નેતા અહમદ પટેલને કોષાધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવેલ છે. જ્યારે અત્યાર સુધી આ જવાબદારીને સંભાળી રહેલ મોતીલાલ વોરાને મહાસચિવ બનાવવામાં આવેલ છે. રાજસ્થાન…

રેલવેયાત્રી હવે બુક્ડ ટિકિટમાં જર્ની ડેટ નહીં, યાત્રાનું સ્થળ પણ બદલી શકશે

નવી દિલ્હી: જો તમે ર૪ ઓગસ્ટના રોજ યાત્રા કરવા માટે ટ્રેનની ટિકિટ બુક કરાવી હોય અને કોઇ કારણસર તમારે યાત્રાની તારીખ બદલવી પડે તો તમે શું કરશો? તમે ફરી વખત ટિકિટ બુુક કરાવીને તે કન્ફર્મ પણ થઇ જાય તેવું વિચારતાં હો તો તેની કોઇ ગેરંટી હોતી નથી,…

રાજ્યસભાની ચૂંટણીમાં નોટાનો ઉપયોગ નહીં કરી શકાયઃ સુપ્રીમ

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે મહત્ત્વનો ચુકાદો સંભળાવતાં જણાવ્યું હતું કે રાજ્યસભાની ચૂંટણીમાં નોટા વિકલ્પનો ઉપયોગ નહીં કરી શકાય. ગુજરાત કોંગ્રેસના ચીફ વ્હિપ શૈલેશ મનુભાઇ પરમારની અરજી પર સુપ્રીમ કોર્ટે આ ચુકાદો સંભળાવ્યો છે. ઉલ્લેખનીય છે કે…

પત્ની અને ત્રણ પુત્રીની હત્યા કરીને લાશ ફ્રીઝ અને કબાટમાં દીધી છુપાવી

અલાહાબાદ: ઉત્તરપ્રદેશના અલાહાબાદમાં સામાન્ય ઝઘડો પરિવારના પાંચ લોકોના મોતનું કારણ બની ગયો હતો. ઝઘડા બાદ રોષે ભરાયેલા શખસે પહેલાં તેની પત્નીની હત્યા કરી હતી અને ત્યારબાદ ત્રણ પુત્રીઓને મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ જઘન્ય હત્યાકાંડ બાદ આરોપીએ…

બિહારમાં યુવકની હત્યા બાદ હોબાળો: ટોળાંએ યુવતીને નિર્વસ્ત્ર કરીને ફેરવી

ભોજપુર: બિહારના ભોજપુર જિલ્લાના બિહિયામાં એક વિદ્યાર્થીની હત્યા કરીને તેની લાશને રેલવે ટ્રેક પર ફેંકવાની ઘટનાથી રોષે ભરાયેલા લોકોએ ભારે હોબાળો મચાવ્યો હતો અને તોડફોડ પણ કરી હતી. બિહિયા નગરના રેડ લાઈટ વિસ્તારની દુકાનોમાં લોકોના ટોળાંએ…

કેરળના પૂરને ગંભીર કુદરતી આપત્તિ જાહેર કરાઇ, અત્યાર સુધીમાં 357ના મોત

કેરળમાં આવેલું આ સદીનું મહાભંયકર પૂરને કેન્દ્ર સરકારે ગંભીર કુદરતી આપત્તિ જાહેર કરી દીધી છે. જ્યારે વરસાદના રોકયા બાદ ભલે કેરળમાં થોડી રાહત થઇ હોય પરંતુ હવે બેઘર લોકોના પુર્નવસન તેમજ પાણી ઓસરતાં બિમારીઓ ફેલાવાના રોકવાનો પડકાર ઉભો થયો છે.…

CM વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક, PMના પ્રવાસની તૈયારીને બાબતે મંથન

ગાંધીનગર ખાતે મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં અત્યાર સુધીમાં રાજ્યની અંદર પડેલા વરસાદ અને કૃષિ વાવેતર બાબતે ચર્ચા હાથ ધરવામાં આવશે. તેની સાથે રાજ્યમાં બહુચર્ચિત મગફળી કૌભાંડને લઇને…

પોલીસ કમિશ્નરનું જાહેરનામું, અમદાવાદમાં 26 ઓગષ્ટથી 24 ઓક્ટો. સુધી 144 કલમ લાગુ

અમદાવાદઃ હાર્દિકનાં ઉપવાસ પહેલાં જ પોલીસનો તખ્તો અગાઉથી તૈયાર કરી દેવાયો છે. શહેરમાં કલમ 144 લાગુ કરવાની મહત્વની જાહેરાત કરાઇ છે. શહેર પોલીસ કમિશ્નરે આ મામલે જાહેરનામું બહાર પાડ્યું છે. તારીખ 26 ઓગષ્ટથી 24 ઓક્ટોબર સુધી 144 કલમ લાગુ કરાશે.…

અટલજીની યાદમાં પ્રાર્થનાસભા, PM મોદીએ કહ્યું,”તેઓ જ્યાં સુધી જીવ્યાં, માત્ર દેશ માટે”

ન્યૂ દિલ્હીઃ પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીજીની યાદમાં સોમવારનાં રોજ ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં સર્વદળીય પ્રાર્થના સભા આયોજિત કરવામાં આવી છે. આ સભામાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી, ભાજપા શાસિત મુખ્યમંત્રીઓ અને વિપક્ષનાં અનેક…