Browsing Category

World

ભારત-બાંગ્લાદેશમાં હુમલાની ISની ધમકીઃ ચેતવણી આપતાં પોસ્ટર જારી

ઈસ્લામિક સ્ટેટ (આઈએસ) સાથે જોડાયેલા સંગઠન 'અલ મુરસલત' નામના અજાણ્યા આતંકી સંગઠને શ્રીલંકાની જેમ ભારત અને બાંગ્લાદેશમાં હુમલાની ધમકી આપી છે. આ સમૂહે ચેતવણી ભરેલાં પોસ્ટર જારી કર્યાં છે. 'બંગાળ અને હિન્દમાં ખલિફાના લડાકુઓનો અવાજ ક્યારેય બંધ…

પુલવામા હુમલાના માસ્ટરમાઈન્ડ આતંકી મસૂદ અઝહરને પાકિસ્તાને ‘અંડરગ્રાઉન્ડ’ કરી દીધો

સંયુક્ત રાષ્ટ્ર (યુએન)ની સુરક્ષા પરિષદે પાકિસ્તાનના આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરને ‘વૈશ્વિક આતંકી’ (ગ્લોબલ ટેરરિસ્ટ) જાહેર કર્યા બાદ પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે અને તેમણે આતંકના આ આકાને કોઈ સુરક્ષિત સ્થળે છુપાવી દીધો છે.…

મસૂદ અઝહરને યુએન આજે ‘વૈશ્વિક આતંકી’ જાહેર કરશે: ચીન પોતાનો વીટો પાછો ખેંચશે

આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ચીફ મૌલાના મસૂદ અઝહરનો ખરાબ સમય આજથી શરૂ થશે. જે ફેંસલાની રાહ દરેક ભારતવાસી લાંબા સમયથી જોઈ રહ્યો હતો એ આખરે આજે લેવાઈ જશે. પુલવામા આતંકી હુમલાના ગુનેગાર અને ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને આજે સંયુક્ત…

નોર્થ કેરોલિના યુનિવર્સિટી કેમ્પસમાં ગોળીબારઃ બેનાં મોત, ચાર ઘાયલ

અમેરિકાની નોર્થ કેરોલિના યુનિવર્સિટીના શાર્લે કેમ્પસમાં મંગળવારે થયેલા ગોળીબારમાં બે લોકો મૃત્યુ પામ્યા છે, જ્યારે અન્ય ચાર ઘાયલ થયા છે. ઘાયલોમાં ત્રણની હાલત અતિશય ગંભીર છે. હાલમાં એ વાતના પુરાવા નથી કે તમામ પીડિત વિદ્યાર્થીઓ હતા કે નહીં.…

ISનો વડો બગદાદી જીવતો છે: વીડિયો જારી કરીને શ્રીલંકાના હુમલાની જવાબદારી સ્વીકારી

ખૂંખાર આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ (આઈએસ)નો વડો અબુ બકર અલ-બગદાદી જીવતો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. બગદાદીએ પાંચ વર્ષના લાંબા સમયગાળા બાદ એક વીડિયો જારી કરીને હાલમાં શ્રીલંકામાં થયેલા આતંકી હુમલાની જવાબદારી સ્વીકારી છે. જુલાઈ-ર૦૧૪…

નશીલાં ડ્રગ્સના કેસમાં જાપાનની કોર્ટે નેસ વાડિયાને બે વર્ષની જેલની સજા ફટકારી

જાપાનની એક અદાલતે ભારતીય ઉદ્યોગપતિ નેસ વાડિયાને નશીલી અને કેફી ડ્રગ્સ રાખવાના આરોપસર બે વર્ષની જેલની સજા સંભળાવી છે. ભારતના સૌથી ધનાઢ્ય બિઝનેસમેન પરિવારોમાંના એક અગ્રણી બિઝનેસ પરિવારના સભ્ય નેસ વાડિયાને જાપાનમાં સ્કીઈંગના વિકેશન દરમિયાન…

શ્રીલંકાઃ ISના અડ્ડાઓ પર દળોનાં ઓપરેશનમાં 15 આતંકીને ઢાળી દેવાયા

શ્રીલંકામાં ઇસ્ટરના દિવસે થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટ સાથે સંકળાયેલા શકમંદો વિરુદ્ધ પોલીસે ઓપરેશન તેજ કરીને કાર્યવાહી હાથ ધરતાં આજે સુરક્ષા દળો બટ્ટીકલોવામાં ‌સિરિયલ બોમ્બ બ્લાસ્ટની જવાબદારી લેનાર ખોફનાક આતંકી સંગઠન આઇએસ અને નેશનલ તૌહીદ જમાત…

નીરવ મોદીની જેલમાંથી વીડિયો લિંક દ્વારા આજે સુનાવણી થશે

પીએનબી ગોટાળાના આરોપી નીરવ મોદીના પ્રત્યાર્પણ કેસમાં વેસ્ટમિન્સટર કોર્ટમાં આજે સુનાવણી થશે. નિરવ હજુ વાંડ્સવર્થ જેલમાં છે ત્યાંથી વીડિયો લિંક દ્વારા કોર્ટમાં તેના રિમાન્ડ પર સુનાવણી થશે તેના પ્રત્યાર્પણ માટે ઈડી અને સીબીઆઈ કોશિષ કરી રહ્યા…

શ્રીલંકાનું પુગોડા શહેર આજે ફરી વાર બોમ્બ બ્લાસ્ટથી ધ્રુજી ઊઠ્યું

શ્રીલંકામાં અત્યાર સુધીમાં થયેલા સિરિયલ બ્લાસ્ટ દ્વારા ખોફનાક આતંકી હુમલાને હજુ એક અઠવાડિયું પણ વીત્યું નથી ત્યાં ફરી એક વખત શ્રીલંકા બોમ્બ ધડાકાથી ધ્રુજી ઊઠ્યું હોવાના અહેવાલ મળે છે. આજે સવારે શ્રીલંકાની રાજધાની કોલંબોથી ૪૦ કિ.મી. દૂર…

ભૂકંપના ત્રણ ઝટકાથી નેપાળ ધ્રૂજ્યુંઃ રિક્ટર સ્કેલ પર ૫.૨ની તીવ્રતા

નેપાળ સહિત ઉત્તર પ્રદેશના ઘણા વિસ્તારોમાં આજે સવારે એક પછી એક એમ ત્રણ ભૂકંપના ઝટકા અનુભવ્યા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૫.૨ની હતી અને તેનું કેન્દ્ર નેપાળનો ઘાદિંગ જિલ્લાનું નોબત તેનું કેન્દ્રબિંદુ હતું. ભૂકંપના કારણે કોઈ પણ…