ભાજપ નેપાળથી નકલી નોટો મંગાવી વહેંચે છેઃ લાલુ યાદવ

પટણાઃ રાજદના પ્રમુખ લાલુપ્રસાદ યાદવે એવો આક્ષેપ કર્યો છે કે બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ નેપાળથી નકલી નોટો મંગાવીને બિહારના લોકોને વહેંચી રહ્યો છે. લાલુના જણાવ્યા અનુસાર તેમને આ જાણકારી આરએસએસના જ એક માણસે આપી છે. લાલુએ લોકોને ચેતવણી…

શિવસેનાની ખુલ્લી ધમકીઃ જૈનો મુસ્લિમોની રાહે ચાલવાનું બંધ કરે

મુંબઈઃ મુંબઈમાં મીટ (માંસ) પરના પ્રતિબંધને લઈને ઘમાસણ મચી ગયું છે. એક બાજુ જૈન સમુદાય માંસ-મચ્છી પર પ્રતિબંધ માટે અડગ છે તો બીજી બાજુ શિવસેના તેનો વિરોધ કરી રહી છે. પક્ષના મુખપત્ર 'સામના'માં લખેલા તંત્રીલેખમાં શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ…

OROPની માગણી કરી રહેલા પૂર્વ સૈનિકોના સંગઠનમાં તિરાડ

નવી દિલ્હીઃ વન રેન્ક વન પેન્શનની માગણીને લઈને છેલ્લા ત્રણ મહિનાથી અાંદોલનનું નેતૃત્વ કરી રહેલા સંગઠનમાં ગઈ કાલે પૂર્વ સૈનિકોના એક સંગઠને તેનાથી અલગ થવાની જાહેરાત કરી. ઇન્ડિયન એક્સ સર્વિસીસ લીગના પ્રેસિડેન્ટ લેફ્ટન્ટ જનરલ બલવીરસિંહે કહ્યું…

સ્પેક્ટ્રમના ટ્રેડિંગ અંગેની માર્ગદર્શિકાને મંજૂરી અપાઇ

નવી દિલ્હીઃ સ્પેક્ટ્રમની અછતની સમસ્યાના ઉકેલમાં મદદરૂપ થાય તેવા એક પગલામાં કેબિનેટે આજે સ્પેક્ટ્રમ ટ્રેડિંગના નિયમોને કેબિનેટે આજે મંજૂરી આપી હતી. તે અંતર્ગત ટેલિકોમ ઓપરેટર્સ અન્ય સર્વિસ પ્રોવાઈડર્સને રેડિયો વેવ્સ વેચી શકશે. ટેલિકોમ મંત્રી…

સરહદે જળસ્ત્રોતમાં પાક. દ્વારા ઝેર ભેળવવાની દહેશત

નવી દિલ્હીઃ સરહદે કાંકરીચાળો કર્યા બાદ પણ પાકિસ્તાન સુધારવાનું નામ લેતું નથી. ગુપ્તચર એજન્સીઓને એવી માહિતી મળી છે કે, પાકિસ્તાન ભારતની સરહદી વિસ્તારોમાં આવેલા પાણીના સ્રોત્રમાં ઝેર ભેળવી શકે છે કે જેથી સેનાના જવાનોને નુકસાન પહોંચાડી શકાય.…

રાજસ્થાનમાં આર્થિક આધાર પર ૧૪% અનામતને મંજૂરી

જયપુરઃ રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજેની અધ્યક્ષતામાં આજે મળેલી કેબિનેટની બેઠકમાં નોકરી તથા શિક્ષણમાં ખાસ પછાત જાતિઓ માટેની અનામતની જોગવાઈને લગતા અને રાજસ્થાન ઈકોનોમિકલી બેકવર્ડ કલાસને લગતા કાયદામાં સુધારા માટેના બે વિધેયકને મંજૂરી…

કેન્દ્રીય કર્મચારીઓના DAમાં ૬ ટકા વધારાને કેબિનેટની મંજૂરી

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારના કર્મચારીઓને તહેવાર પહેલાં જ મોટી ખુશી મળે તેવા ઘટનાક્રમમાં કેન્દ્રીય કેબિનેટે મોંઘવારી ભથ્થા અથવા ડીએને ૧૧૩ ટકાથી વધારીને ૧૧૯ ટકા કરવાની દરખાસ્તને લીલીઝંડી આપી દીધી છે. આ વધારાથી ૧ કરોડથી વધુ સરકારી કર્મચારીઓ અને…

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ભાજપ માટે 'એસિડ ટેસ્ટ' બનશે

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીના પડઘમ હવે ગમે ત્યારે વાગશે. પાટીદાર અનામત આંદોલનનો મુદ્દો ભાજપ માટે 'એસિડ ટેસ્ટ' સાબિત થશે એ સવાલ અસ્થાને નથી. પાટીદારોએ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી સમયે રાજ્ય સરકારનું નાક દબાવ્યું છે.…

ઈન્દ્રાણી કેસનાં આ અજાણ્યાં રહસ્યોથી તમે ચોક્ક્સ અજાણ હશો

શીના બોરા હત્યા કેસમાં ઇંદ્રાણી મુખરજીનો મહત્ત્વાકાંક્ષા સંતોષવા માટે કોઈ પણ હદે જવાનો સ્વભાવ કારણરૂપ હોય એવું ચિત્ર ઊપસી રહ્યું છે. બીજી બાજુ હજુ અનેક સવાલો એવા છે જેની ઉપર કોઈ ધ્યાન આપતું નથી. જો એના જવાબ મેળવવાનો પ્રયાસ કરાય તો આ કેસના…

નિવૃત્ત આઇપીએસ કુલદીપ શર્મા કોંગ્રેસમાં જોડાયા   

અમદાવાદઃ નરેન્દ્ર મોદીના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન તેમની સામે પડેલા આઇપીએસ અધિકારી કુલદીપ શર્મા કોંગ્રેસમાં જોડાયા છે. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ આજે પ્રેસ કોન્ફરન્સ કરીને આ અંગે સત્તાવાર જાહેરાત કરી…