Browsing Category

India

આજથી ચારધામ યાત્રાનાં શ્રી ગણેશ, ગંગોત્રી-યમનોત્રીનાં ખુલ્યાં કપાટ

દહેરાદૂનઃ આજે અક્ષય તૃતીયાનાં શુભ દિવસે ચાર ધામ યાત્રાનો મંગળ આરંભ થઈ ગયો છે. આજે ગંગોત્રી અને યમનોત્રીનાં કપાટ ખૂલવાની સાથે ચાર ધામ યાત્રાનો વિધિવત્ આરંભ થઈ ગયો છે. યાત્રીઓનું સ્વાગત કરતા ઉત્તરાખંડનાં મુખ્ય પ્રધાન ત્રિવેન્દ્રસિંહે રાવતે…

ચૂંટણીપંચ દ્વારા PM મોદીને વધુ બે ફરિયાદમાં ક્લીનચિટ, કુલ આઠ મામલે રાહત

નવી દિલ્હીઃ ચૂંટણીપંચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને વધુ બે ફરિયાદોમાં ક્લીનચિટ આપી દીધી છે. સૂત્રોનાં જણાવ્યા અનુસાર, ચૂંટણીપંચ તપાસ બાદ એ નિષ્કર્ષ પર પહોંચ્યું હતું કે, મોદીએ આદર્શ આચારસંહિતા અને ચૂંટણીના કાયદાનું કોઈ પ્રકારે ઉલ્લંઘન કર્યું…

સંસદ ભવનની સુરક્ષા માટે ખાસ રસાયણોથી યુવી પ્રોટેક્ટિંગ કોટિંગ કરાશે

નવી દિલ્હીઃ ૧૭મી લોકસભામાં આવનારા સભ્યોના સ્વાગતની તૈયારીઓની વચ્ચે ભારતીય લોકતંત્રના સૌથી મોટા મંદિર એટલે કે સંસદને સંરક્ષિત કરવાની તૈયારીઓએ પણ જોર પકડ્યું છે. આ દિશામાં જે મહત્ત્વનાં પગલાં ભરાયાં છે તેમાં સંસદ ભવનને ગરમી, વરસાદ અને…

પાંચમા તબક્કાની 51 બેઠક પર મતદાન: પુલવામામાં પોલિંગ બૂથ પર ગ્રેનેડથી એટેક

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીનાં પાંચમા તબક્કામાં આજે સવારના ૭.૦૦ વાગ્યાથી સાત રાજ્યની પ૧ બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. આજના આ પાંચમા તબક્કામાં ઉત્તરપ્રદેશની ૧૪, રાજસ્થાનની ૧ર, પશ્ચિમ બંગાળ અને મધ્યપ્રદેશની સાત-સાત બેઠકો પર મતદાન જારી છે. આ…

ઓડિશાનાં ફેની પ્રભાવિત વિસ્તારોનું PM મોદીએ કર્યુ હવાઇ નિરીક્ષણ, સમગ્ર સ્થિતિની કરી સમીક્ષા

ભુવનેશ્વરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચક્રવાતી તોફાન ફેનીથી પ્રભાવિત ઓડિશાની સ્થિતિની સમીક્ષા કરવા ભુવનેશ્વર પહોંચી ગયા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના પ્રવાસ દરમિયાન ફેની પ્રભાવિત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કર્યું હતું અને વિવિધ…

હવે પશ્ચિમ બંગાળ પર ત્રાટક્યું વિનાશક તોફાન ફેની: ભારે વરસાદ શરૂ, સાત જિલ્લામાં એલર્ટ

ઓડિશામાં ભારે તબાહી મચાવ્યા બાદ વિનાશક તોફાન આજે પશ્ચિમ બંગાળ પર ત્રાટક્યું છે. તોફાનના કારણે કોલકાતા સહિતનાં શહેરોમાં આંધી અને ભારે વરસાદ શરૂ થઈ ગયાં છે. સવારથી જ ભારે વરસાદ શરૂ થઈ જતાં કોલકાતા એરપોર્ટ પરથી ઊડનારી ફ્લાઈટો રદ કરવામાં આવી…

અડધાથી વધુ મતદાન થઈ ગયું છે અને મોદી ચૂંટણી હારી રહ્યા છેઃ રાહુલ ગાંધી

કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે દિલ્હી ખાતે એક પત્રકાર પરિષદ યોજી હતી અને જણાવ્યું હતું કે ૫૦ ટકા કરતાં વધુ મતદાન સંપન્ન થઈ ચૂક્યું છે અને હવે સ્પષ્ટ છે કે નરેન્દ્ર મોદી ચૂંટણી હારી રહ્યા છે. અમારું પ્રથમ લક્ષ્ય મોદીને હરાવવાનું છે. અમે…

મુઝફ્ફરપુર શેલ્ટર હોમમાં 11 યુવતીઓની હત્યા થઈ હોવાની આશંકાઃ સીબીઆઈ

સીબીઆઈએ સુપ્રીમ કોર્ટ સમક્ષ એક સનસનીખેજ ઘટસ્ફોટ કરતા જણાવ્યું છે કે મુઝફ્ફરપુર શેલ્ટર હોમ યૌનશોષણ કાંડના મુખ્ય આરોપી બ્રજેશ ઠાકુર અને તેના સાગરીતોએ શેલ્ટર હોમની ૧૧ યુવતીઓ પર રેપ કરીને તેમની હત્યા કરી હતી અને એક સ્મશાન ગૃહ પરથી હાડકાંની…

ઓડિશાના પુરીના કિનારે ૨૨૫ કિ.મીની ઝડપે ત્રાટક્યું ‘ફેની’: ભારે વરસાદ શરૂ

બંગાળની ખાડીમાં ઉદ્ભવેલું વિનાશક ચક્રવાતી તોફાન ફેની વિકરાળ સ્વરૂપ ધારણ કરીને આજે સવારે લગભગ ૮.૦૦ કલાકે ઓડિશાના પુરીના કિનારે ત્રાટક્યું હતું. ફેનીના કારણે હાલ ભુવનેશ્વર, ગજપતિ, કેન્દ્રપારા અને જગતપુરસિંહ વિસ્તારોમાં તોફાની પવન સાથે ભારે…

શોપિયામાં સુરક્ષા દળો-આતંકીઓ વચ્ચે અથડામણઃ બે આતંકી ઠાર

દક્ષિણ કાશ્મીરમાં શોપિયા જિલ્લાના ઈમામ સાહેબ ગામમાં થયેલી સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચેની અથડામણમાં બે આતંકીઓ ઠાર મરાયા છે. તમામ આતંકી ત્રણ માળની એક બિલ્ડિંગમાં છુપાયા હતા. જ્યાંથી તેઓ સતત સુરક્ષા દળો પર ફાયરિંગ કરી રહ્યા હતા. અથડામણ હજુ…